વાપીની મિની સિવિલ હોસ્પિટલમાં પ્રથમ દિવસથી જ દર્દીઓનો ધસારો
- byDamanganga Times
- 04 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૩ ઃ વાપીમાં નવનિર્મિત મિની સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ થયા બાદ પ્રથમ દિવસથી જ દર્દીઓનો ધસારો જોવા મળ્યો હતો. હોસ્પિટલ શરૂ થતાની સાથે જ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (ઘ્ણ્ઘ્) નો તબીબો, ર્નસિંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ સહિત ૮૦ માણસોનો સ્ટાફ નવી સિવિલ હોસ્પિટલમાં શિફટ કરવામાં આવ્યો છે. સમગ્ર સ્ટાફ હવે મિની સિવિલ હોસ્પિટલમાંથી જ સેવા આપશે. જોકે વાપી મીની સિવિલ હોસ્પિટલના આર ઍમ ઓ ડૉ. નીતિન પટેલના જણાવ્યા મુજબ ચલા સીઍચસીમાં હાલ માત્ર ડાયાલિસિસના દર્દીઓને શિફટ કરવાના બાકી છે જેમાં થોડાં દિવસ લાગશે. બાકી સીચેસીમાં તમામ આરોગ્ય સેવા બંધ કરવામાં આવી છે. પ્રથમ દિવસે સાંજે ૪ વાગ્યાથી ઓપીડી શરૂ કરવામાં આવતા જ મોટી સંખ્યામાં દર્દીઓ નોંધાયા હતા. તાવ, શરદી, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા સામાન્ય રોગોના દર્દીઓ સારવાર માટે ઉમટી પડ્યા હતા.
ખાસ કરીને સીઍચસીમાંથી ઍક પ્રસૂતા મહિલાને તેની નવજાત બાળકી સાથે નવી મિની સિવિલ હોસ્પિટલમાં શિફટ કરી ભરતી કરવામાં આવી હતી, જે આ હોસ્પિટલની પ્રથમ દર્દી બની હતી. વાપી જેવા ઔદ્યોગિક શહેરમાં લાંબા સમયથી સિવિલ હોસ્પિટલની માંગ હતી, જે આખરે પૂર્ણ થતા શહેરીજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
