ધરમપુરમાં પીકઅપ અને બાઈક અકસ્માતમાં આધેડનું મોત
- byDamanganga Times
- 04 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૩ ઃ ધરમપુર તાલુકાના સામરસિંગી ફાટકથી પાંડવખડક તરફ જતા માર્ગ પર પીકઅપ અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાતાં ૫૧ વર્ષીય રમેશભાઈ માહલાનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હતું. પ્રા માહિતી અનુસાર ગત રોજ સવારે આશરે ૯થી ૯ૅં૩૦ વાગ્યાના અરસામાં પીકઅપ વાહન નંબર ઞ્થ્-૧૫-ખ્સ્-૯૭૩૫ ના ચાલક રોહિતભાઈ જીવલભાઈ જાદવે પુરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી સામેથી આવતી રમેશભાઈ લાછીયાભાઈ માહલાની સ્પ્લેન્ડર મોટરસાઇકલ નંબર ઞ્થ્-૧૫-ખ્ગ્-૭૫૯૯ સાથે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રમેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ સહિત શરીરના અન્ય ભાગે ઇજાઓ પહોંચી હતી. જોકે, સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના બનેવી ચેદરભાઈ રતનાભાઈ ભોયા રહે. સામરસિંગી કરેલ ફરિયાદ અનુસાર ધરમપુર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
