Damanganga Times.

Damanganga Times.

November 04, 2026

પારનેરાના ગેરેજમાં આગથી બે કાર બળીને ખાખ

પારનેરાના ગેરેજમાં આગથી બે કાર બળીને ખાખ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૩ ઃ વલસાડના પારનેરા હાઈવે નજીક આવેલા મોટર્સ ગેરેજમાં ભીષણઆગની ઘટનામાં બે કાર, ગેરેજનો સામાન અને ટેબલના ખાનામાં રાખેલા ૨૦ હજાર રૂપિયા રોકડા બળીને નુકસાન થયું છે. ઘટનાની જાણ થતા વલસાડ ફાયર બ્રિગેડ અતુલની ટીમ દોડી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.  

વલસાડ તાલુકાના પારનેરા  ગામ ના  ધોડિયાવાડ વિસ્તારમાં હાઈવે નજીક આવેલા મિતેશ પટેલના મહર્થ મોટર્સ ગેરેજ આવેલી છે આ ગેરેજમાં  બપોરે આશરે ૧૨ કલાકે અચાનક આગ ફાટી નીકળવાની ઘટના બની હતી. આગ  જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગેરેજમાં રહેલી બે કાર આગની લપેટમાં આવી ગઈ હતી. આ ઉપરાંત ગેરેજમાં રાખવામાં આવેલો અન્ય સામાન ગેરેજના ટેબલના ખાનામાં રાખવામાં આવેલા અંદાજે ૨૦ હજાર રૂપિયા રોકડા પણ બળીને ખાખ થયા હોવાનું જાણવા મળ્યું છે. 

બીજી તરફ, આગ લાગવાની જાણ થતાં જ  વલસાડ અને અતુલ  ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક દોડી આવી હતી. ખાસ વાત ઍ છે કે ફાયર બ્રિગેડની ટીમ માત્ર ૧૦ મિનિટમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી. હાલ આગ લાગવાનું કારણ શોટશર્કિટ થી થયા હોવાની જાણવા મળી રહ્નાં છે.