વાપી રેલ્વે સ્ટેશને મુસાફરોનો ધસારો
- byDamanganga Times
- 04 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૩ ઃ દિવાળી અને છઠ પર્વ પર પરિવાર સાથે ખુશીઓ મનાવવા માટે ઉત્તર પ્રદેશ અને બિહાર જનારા પ્રવાસી મજૂરોની મુશ્કેલી વધી ગઈ છે. વાપી અને વલસાડથી ઉત્તર પ્રદેશ અને બિહાર જતી સ્પેશિયલ ટ્રેનોમાં સીટ નથી મળી રહી. સામાન્ય અને સ્લીપર કોચમાં પગ મૂકવાની જગ્યા નથી, જ્યારે થર્ડ ઍસીનું ટિકિટ ખિસ્સા પર ભારે પડી રહ્નાં છે. વાપી અને વલસાડથી ઉત્તર પ્રદેશ અને બિહારની ટ્રેનોના સંચાલનના કારણે તહેવારો દરમિયાન યાત્રીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્ના છે. હાલની તારીખે પણ કન્ફર્મ ટિકિટ મળી રહી નથી. વાપી અને વલસાડથી ઉત્તર પ્રદેશ અને બિહાર જતી સ્પેશિયલ ટ્રેન સ્ટેશન પર ઘરે જનારા યાત્રીઓની ભીડ દિવસેને દિવસે વધી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કન્ફર્મ ટિકિટ માટે યાત્રીઓને રઝળપાટ કરવી પડી રહી છે. વાપીમાં કામ કરતા ઉત્તર પ્રદેશના મજૂરોના જણાવ્યા મુજબ, પરિવાર સાથે દિવાળી અને છઠ મનાવવા માટે ઘરે જવાની તૈયારી મહિના પહેલાથી કરી પડે છે. ટિકિટ ન મળતા પરિવાર સાથે યાત્રા કરવી મુશ્કેલ બને છે. તો વળી, બિહારના નિવાસી અને કંપનીમાં નોકરી કરતા લોકોનું કહેવું છે કે સામાન્ય અને સ્લીપર કોચમાં ટિકિટ મળતી નથી. પૈસા ભરવા છતાં હેરાન થઈ જવાય છે.કન્ફર્મ ટિકિટની જગ્યા માટે ઘણા પૈસા ચૂકવવા પડે છે. ચારથી પાંચ સભ્યો વાળા પરિવારને કન્ફર્મ ટિકિટ માટે ૧૫ થી ૧૮ હજાર રૂપિયા ખર્ચ કરવા પડે છે. તહેવારોમાં તત્કાલ ટિકિટમાં ૧૦૦૦ થી ૧૫૦૦ રૂપિયા વધુ ચૂકવવા પડે છે. કેટલાક પરિવારો ઍક મહિનાની કમાણી ટિકિટ પાછળ ખર્ચી રહ્ના છે.
