Damanganga Times.

Damanganga Times.

November 04, 2026

પારડીની અશ્વમેઘ વિદ્યાલયમાં રમતોત્સવ યોજાયો

પારડીની અશ્વમેઘ વિદ્યાલયમાં રમતોત્સવ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૦૩ ઃ પારડી તાલુકાના અશ્વમેઘ વિદ્યાલય ખાતે વાર્ષિક રમતોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. રમતોત્સવનો શુભારંભ શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદભાઈ પટેલ, કેમ્પસ ડિરેક્ટર મનોજભાઈ પટેલ શાળાના આચાર્ય જનકભાઈ તથા શિક્ષકમિત્રો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો બાળકો ખેલદિલીની ભાવનાથી અને જીતવાના જુસ્સા સાથે રમે ઍના માટે બાળકોને ઍક પ્રતિજ્ઞા લેવડાવી હતી રમતગમત ઍ વિદ્યાર્થીઓના શારીરિક, માનસિક અને સર્વાંગી વિકાસનું ઍક મહત્ત્વપૂર્ણ માધ્યમ છે. આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને યોજાયેલા આ રમતોત્સવમાં ચેસ, કબડ્ડી, ખો-ખો, દોડ, દોરડાખેંચ અને ગોળાફેંક જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું મેદાનમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને રમતો પ્રત્યેનો જુસ્સો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો આ રમતોત્સવ દ્વારા વિદ્યાર્થીઓમાં શિસ્ત, સહકાર, આત્મવિશ્વાસ, નેતૃત્વ અને ખેલદિલી જેવા જીવનમૂલ્યોને પ્રોત્સાહન મળ્યું હતું. વિદ્યાર્થીઓઍ હાર-જીતની ભાવનાથી પર રહીને પરસ્પર સન્માન અને રમતગમતના નિયમોનું પાલન કરતાં ખેલદિલીપૂર્વક રમતોત્સવમાં ભાગ લીધો હતો શાળાના સંચાલકમંડળ અને આચાર્ય ઍ વિદ્યાર્થીઓના ઉત્સાહની પ્રશંસા કરતાં રમતગમતને શિક્ષણનો અભિન્ન હિસ્સો ગણાવ્યો હતો. આ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં રહેલી સુષુ શક્તિઓને બહાર લાવવા અને તેમના સર્વાંગી વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આમ, અશ્વમેઘ વિદ્યાલયનો વાર્ષિક રમતોત્સવ ઉત્સાહ, ઉમંગ, શિસ્ત અને ખેલદિલીના સુંદર સમન્વય સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.