Damanganga Times.

Damanganga Times.

November 04, 2026

સુખેશ પ્રા. શાળામાં આઈ ચેકઅપ કેમ્પ યોજાયો

સુખેશ પ્રા. શાળામાં આઈ ચેકઅપ કેમ્પ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૦૩ ઃ અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અને આરઍનસી ફ્રી આઈ હોસ્પિટલ વલસાડ તથા આધાર આશ્રમ ટ્રસ્ટ સુખેશ,દેવજી ફળિયાના સંયુક્ત ઉપક્રમે  નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પનું આયોજન સુકેસ પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યો હતો. આ કેમ્પમાં કુલ ૩૩૯ દર્દીઓઍ આંખોની તપાસનો લાભ લીધો હતો. જેમાંથી ૧૪૭ દર્દીઓને ચશ્માં વિતરણ કરવામાં આવ્યાં હતાં અને ૨૦ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે પસંદ કરવામાં આવ્યા હતા આ કેમ્પનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ લોકોને આંખોની યોગ્ય તપાસ અને સારવારની સુવિધા નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવાનો હતો. આ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને આરોગ્ય સેવાઓનો લાભ મળ્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજક સંસ્થાઓના કાર્યકરો જેવા પ્રમુખ આધાર આશ્રમ ટ્રસ્ટ  જે.ડી પટેલ ટ્રસ્ટી ઠાકોરભાઈ પટેલ,મોહનભાઈ પટેલ ગામ ના આગેવાન ચંદુભાઈ પટેલ ગુલાબભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ,મૃગેશભાઈ પટેલ તેમજ મુખ્ય અતિથિ ઍવા ગામના સરપંચ પુનિતભાઈ પટેલ, સુખેશ પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ અજીતભાઈ ઠાકોર,માજી પ્રિન્સિપલ અર્જુનભાઈ પટેલ, તથા સહયોગીઓનુ મહત્વપૂર્ણ યોગદાન રહ્નાં હતું.