પારડીમાં ઍકતા પરેડ યોજાઈ
- byDamanganga Times
- 04 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૩ ઃ સમગ્ર દેશમાં અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની જન્મ જયંતિને રાષ્ટ્રીય ઍકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આ દિવસ દેશની ઍકતાઅખંડિતતા અને સુરક્ષાને સુદઢ કરવાનો તથા સામાજિક સમરસત્તાનો સંદેશ આપે છે. જે અનુસાર રાષ્ટ્રીય ઍકતા દિવસ ૩૧મી ઓક્ટોબર ઍકતા રેલી પારડી ચાર રસ્તાથી સરદાર વલ્લભભાઇ પટેલ ઉદ્યાન, પારડી સુધી યોજવામાં આવી હતી અને સરદાર વલ્લભભાઇ પટેલ પ્રતિમા પાસે પુષ્પાંજલિ અર્પણ કરી સરદાર વલ્લભભાઇ પટેલ ઉદ્યાન, પારડી ખાતે ઍકતા પરેડનું સ્ટેચ્યુ ઓફ યુનિટીથી જીવંત પ્રસારણ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું ઉધબોધનના પ્રસારણનું સમૂહ નિદર્શન કાર્યક્રમ રાખવામા આવેલ હતો.
તેમજ સ્વચ્છ ભારત મિશન અર્બન- ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત ૨.૦ લોન્ચ કરવામાં આવેલ જે અંતર્ગત રાજ્યની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કાર્યરત કર્મચારીઓ પૈકી દરેક મહિને શ્રેષ્ઠ સફાઈ કામગીરી કરતાં કર્મચારીઓની પસંદગી કરીને તેઓને માસિક ધોરણે ઍવાર્ડ તથા શ્રેષ્ઠ કર્મચારીઓને નાણાકીય પ્રોત્સાહન રૂપે રૂ.૧૦ હજારની સહાય પારડી નગરપાલિકા દ્વારા આપવામાં આવી, જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ પટેલ, નગરપાલિકા પ્રમુખ ચેતન નાયકા, ચીફ ઓફિસર કોમલબેન, કારોબારી અધ્યક્ષ ચેતન ભંડારી, બાંધકામ ચેરમેન પ્રણવ દેસાઈ, આરોગ્ય ચેરમેન કિરણ પટેલ, શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, મહામંત્રી અશોક પ્રજાપતિ, સદસ્યઓ, નગરપાલિકા કર્મચારીગણ, કુમારશાળા અને કન્યા શાળાના વિધ્યાર્થી, સખી મંડળની બહેનો, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી તથા નગરજનો હાજર રહ્ના હતા.
