Damanganga Times.

Damanganga Times.

November 03, 2026

ધરમપુરમાં ગાંજા કેસમાં મહિલાને ૧૦ વર્ષની કેદ, રૂ. ૧ લાખનો દંડ

ધરમપુરમાં ગાંજા કેસમાં મહિલાને ૧૦ વર્ષની કેદ,  રૂ. ૧ લાખનો દંડ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૨ ઃ  સાત વર્ષ અગાઉ વલસાડ  જિલ્લા ઍસ.ઓ.જી. પોલીસની ટીમને મળેલી બાતમી આધારે ધરમપુર વાલોડ ફળીયા  બાતમી આધારે છાપો મારતા ૧.૬૬૮ કિલોગ્રામ ગાંજા સાથે પકડાઈ ગયેલી મહિલા ગયેલી મહિલાનો કેસ વલસાડની કોર્ટમાં કેસ ચાલતા મહિલા આરોપીને  વલસાડની કોર્ટે ૧૦ વર્ષની સખત કેદ અને ૧ લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે. દંડ નહિ ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ફટકારી છે.  વલસાડ ઍસ.ઓ.જી.ના પીઍસઆઇ ઍ ઍન ગોહિલ તેમની ટીમ ધરમપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરતી હતી તે દરમિયાન દરમિયાન મળેલી બાતમી મળી કે આસુરા ચારરસ્તાથી ધરમપુર ટાઉનમાં જવાના રસ્તે આવેલ વાલોડ ફળીયામાં રહેતી સમીમબીબી ગુલામમીયા હુસેનમીયા શેખ (ઉ.વ. ૫૩) પોતાના ઘરે ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી છૂટક વેચાણ કરે છે. પોલીસ ટીમે મહિલાના ઘરે  છાપો મારતા  મકાનના બેડરૂમમાં સંતાડેલી  પ્લાસ્ટિકની થેલીમાં  છૂટો ગાંજો, ગાંજો ભરેલી ૧૯ નંગ પ્લાસ્ટિકની નાની પડીઓ તથા મોબાઇલ ફોન કિંમત ૫૦૦૦ રૂપિયા ૨૨૦ રૂપિયા મળી આવ્યા હતા. સ્થળ પર ઍફ.ઍસ.ઍલ. ઇન્ચાર્જ સાયન્ટિફિક ઓફિસર ઍ.ડી. પટેલ અને ફોટોગ્રાફર સંજયભાઈ રામુભાઈ પટેલની પ્રાથમિક તપાસમાં મળેલ પદાર્થ આછા લીલાશ પડતા પાંદડા, ડાળખા અને વિશિષ્ટ વાસવાળો વનસ્પતિજન્ય ગાંજો હોવાનું સ્પષ્ટ થયું હતું.
પોલીસને ગાંજાનું વજન ૧.૬૬૮ કિલોગ્રામ ગાંજો કિંમત રૂ ૧૬,૬૮૦  મળી કુલ ૨૧,૯૦૦ ના મુદ્દા માલ સાથે સમીમબીબી ગુલામમીયા હુસેનમીયા શેખ ની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછમાં આરોપી મહિલાઍ જણાવ્યું હતું કે આ ગાંજાનો જથ્થો શિવા (રહે. વાપી) નામના શખ્સે બે દિવસ પહેલા બે કિલોના પેકિંગમાં તેના ઘરે આપ્યો હતો, જેમાંથી તે પડીઓ બનાવીને છૂટક વેચાણ કરતી હતી. જે અંગે ઍનડીપીઍસ ઍક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કેસની સુનાવણી ચોથા અધિક જિલ્લા ન્યાયાધીશ સમક્ષ હાથ ધરવામાં આવી હતી. કેસમાં સરકાર તરફથી ઍ.જી.પી. ભરત પ્રજાપતિઍ ધારદાર દલીલો રજૂ કરી હતી, જેને ન્યાયાલયે ગ્રાહ્ના રાખી ફઝ઼ભ્લ્ ખ્ણૂદ્દ ની કલમ ૨૦(બી)(જ્ઞ્જ્ઞ્)(બી) હેઠળ આરોપી સમીમબીબી ગુલામમીયા હુસેનમીયા શેખ ને દોષિત ફેરવી તેને દસ વર્ષની સખત કેદની સજા અને ઍક લાખ રૂપિયા નો દંડ ભરવો દંડ નહિ ભરે તો વધુ છ મહિનાની સાદી કેદ ભોગવવા ની સજા ફટકારી છે.