Damanganga Times.

Damanganga Times.

November 03, 2026

હાલરમાં સફાઈના નામે માત્ર ફોટોસેશન!

હાલરમાં સફાઈના નામે માત્ર ફોટોસેશન!


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૨ ઃ શહેરના હાલર વિસ્તારમાં તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલું કહેવાતું સફાઈ અભિયાન માત્ર ઍક દેખાડો અને ‘ફોટોસેશન પૂરતું નાટક’ હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવ્યા છે. જમીની વાસ્તવિકતા તપાસ્યા વગર કેમેરા સામે પોઝ આપીને માત્ર પ્રચાર મેળવવાની આ કામગીરી સામે સ્થાનિકોમાં ઉગ્ર નારાજગી જોવા મળી રહી છે.
રહીશોના જણાવ્યા મુજબ, તંત્ર જો ખરેખર સ્વચ્છતા લાવવા ગંભીર હોય તો વિસ્તારના મુખ્ય જાહેર સ્થળો અને રહેણાંક સોસાયટીઓની વાસ્તવિક સ્થિતિ જોવી જોઈઍ. હાલર તળાવ, હાલર તળાવ ગાર્ડન, હાલર પોકેટ ગાર્ડન તેમજ જલ તરંગ ઍપાર્ટમેન્ટ સામે આવેલો બગીચો અત્યંત બિસ્માર હાલતમાં છે અને ત્યાં કચરાના ઢગલા જોવા મળે છે. આ ઉપરાંત, વિસ્તારની વિવિધ સોસાયટીઓ જેવી કેં ?વશી ફળિયા આજુબાજુનો વિસ્તાર શ્રી નગર સોસાયટી હાલર પાણીની ટાંકી આજુબાજુનો પટ્ટો, મિશન કોલોની ટીવી રિલે કેન્દ્ર આસપાસનો વિસ્તાર, મહાદેવ નગર સોસાયટી, ઉપરોક્ત તમામ વિસ્તારોમાં લાંબા સમયથી સફાઈ કામદારો દ્વારા નિયમિત સફાઈ કરવામાં આવતી નથી.
સફાઈ કામગીરી નિયમિત કરાવવાના બદલે અધિકારીઓ કે આગેવાનો માત્ર અમુક ચોક્કસ જગ્યાઍ સાવરણા પકડી, ફોટા પડાવીને ‘સ્વચ્છતા થઈ ગઈ’ હોવાનો ખોટો ભ્રમ ઊભો કરી રહ્ના છે.
સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે, માત્ર ફોટા સોશિયલ મીડિયા પર મૂકીને પ્રજાને ભ્રમિત કરવાનું બંધ કરવામાં આવે અને નિયમિત રીતે સફાઈ કામદારો મોકલીને તળાવ, બગીચા તેમજ તમામ સોસાયટીઓમાં કાયમી ધોરણે સ્વચ્છતા જળવાય તેવી નક્કર કામગીરી કરવામાં આવે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો રહીશોઍ આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે.