Damanganga Times.

Damanganga Times.

November 03, 2026

વલસાડ પુસ્તક પરબ દ્વારા ચીખલાની વિહંગમ શાળામાં પુસ્તકદાન કરાયા

વલસાડ પુસ્તક પરબ દ્વારા ચીખલાની વિહંગમ શાળામાં પુસ્તકદાન કરાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૨ ઃ ચીખલાની વિહંગમ માધ્યમિક શાળામાં ૧૭૫ પુસ્તકો અર્પણ કરાયાં; વાંચન સાથે જીવનઘડતર અને કારકિર્દી અંગે માર્ગદર્શન અપાયું
ઍપ્રિલ ૨૦૨૨થી વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં વાંચન સંસ્કૃતિના પ્રસાર માટે કાર્યરત પુસ્તક પરબ, વલસાડ દ્વારા હવે શૈક્ષિણક સંસ્થાઓમાં પુસ્તકો ભેટ આપવાની વિશેષ પ્રવૃત્તિ  હાથ ધરવામાં આવી છે. ડૉ. આશા ગોહિલ ( મોટાપોંઢા કૉલેજ) અને ઍડવોકેટ હાર્દિકભાઈ પટેલ દ્વારા કાર્યરત પુસ્તક પરબની ટીમે છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લાની ૩૪ સંસ્થામાં બાળકોને વયોચિત પુસ્તકો ભેટ કરીને વાંચન તરફ પ્રેરિત કરવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું છે.
 વિહંગમ માધ્યમિક શાળામાં ખાસ કરીને કપરાડા સહિત જિલ્લાના અંતરિયાળ વિસ્તારોનાં બાળકો માધ્યમિક શિક્ષણ મેળવવા માટે રહીને અભ્યાસ કરે છે. શાળાના આચાર્ય કલ્પેશભાઈ ટંડેલ વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસની સાથે તેમના સર્વાંગી વ્યક્તિત્વ ઘડતર માટે પણ સતત પ્રયત્નશીલ છે. આ બાબતની જાણ થતાં પુસ્તક પરબની ટીમે શાળાના ધોરણ ૯થી ૧૧માં અભ્યાસ કરતા ૧૧૭ વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન, કળા, સાહિત્ય, પ્રેરક પ્રસંગો, મહાન વ્યક્તિત્વો, પ્રવાસન સહિતના વિવિધ વિષયોનાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાનાં આશરે ૧૭૫ પુસ્તકો તૈયાર કરીને શાળાને અર્પણ કર્યાં હતાં.
  આચાર્ય કલ્પેશભાઈ ટંડેલે પુસ્તક પરબની ટીમનું સ્વાગત કરી ઍમની કામગીરીને બિરદાવી હતી. પુસ્તક પરબનાં ચેરપર્સન ડૉ. આશા ગોહિલ, કેયુરભાઈ રોહિત, ભારતીય વાયુસેનાના નિવૃત્ત અધિકારી અને પૂર્વઍરફોર્સ કર્મચારી રાજુભાઈ ઓઝા, સુનિતાબેન ઢીમર, હાર્દિકભાઈ પટેલે પ્રાસંગિક સંબોધન કર્યુ હતું.
દિવાળીની રજાઓમાં વિદ્યાર્થીઓ પુસ્તકોને પૂરતો સમય આપે અને વેકેશન બાદ શાળાઍ પરત ફરે ત્યારે પોતે વાંચેલાં પુસ્તકોની રસપ્રદ વાતો ઍકબીજા સાથે વહેંચે, જેથી વાંચન દ્વારા પ્રા થયેલું જ્ઞાન અન્ય સુધી પણ પહોંચે, તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.