Damanganga Times.

Damanganga Times.

November 03, 2026

કલવાડાથી અટગામ ચરીનો રસ્તો બિસ્માર

કલવાડાથી અટગામ ચરીનો રસ્તો બિસ્માર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ખેરગામ, તા.૦૨ ઃ વલસાડ તા.ના ૭૦૧ રાજ્ય ધોરીમાર્ગ ખેરગામના કલવાડા ચોકડી થી અટગામ-ચરી જતો રસ્તો મોટેભાગે સારો છે પણ જ્યાં જ્યાં વરસાદી પાણીથી નુકસાન થયું છે ત્યાં દિવાળી પૂર્વે સમારકામ જરૂરી હોવાનું ગ્રામજનો જણાવે છે.
અટગામ સામૂહિક કેન્દ્ર પછી તસવીરમાં દેખાય છે તે વળાંકમાં ઍક ગરનાળાની  જરૂર છે જેથી ચોમાસામાં પાણી નિકાલ થઈ જતા ખરાબ ન થાય. અટગામ ગામના ચાર રસ્તા પાસે પણ રસ્તાઓ વરસાદી પાણીથી જ ભારે ખરાબ થયેલા છે જેનું ફરીથી નવીનીકરણ જરૂરી છે. આમ કલવાડા અટગામ વચ્ચે ટુકડે ટુકડે ઘણી જગ્યાઍ ખાડા ખરાબી છે જે દિવાળી પૂર્વે જરૂરી સમારકામ કરી સમતળ  કરવું જોઈઍ  ઍવી લોક લાગણી છે.
અટગામ બહાદુર ફળિયા જવાના રસ્તા પાસે આ બોર્ડસ બિનજરૂરી લગાવ્યા છે. પાંચ નામ લખેલું મોટું બોર્ડ ઉપયોગી જ નથી. બહાદુર ફળિયા લખેલા બે બે બોર્ડ મૂક્યા છે. જેના બદલે ત્રણ રસ્તા સામે કાટખૂણા વાળું ઍક જ બોર્ડ નાના અક્ષરે અટગામ અને મોટા અક્ષરે બહાદુર ફળિયા લખેલું જરૂરી છે  જે બનાવવાનુ હવે તંત્ર ભૂલી ગયું છે. આ તો રોડ ફર્નિચરના નામે ભ્રષ્ટાચાર જ કહેવાય ઍવું ચર્ચાય છે.