અબ્રામાની શિવાલય સોસા.માં શ્રીમદ ભાગવત સાહ સંપન્ન
- byDamanganga Times
- 03 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૨ ઃ વલસાડ શહેરના અબ્રામામાં આવેલ પ્રમુખ શિવાલય સોસાયટી માં શ્રીમદ્ ભાગવત સાહ માત્ર ઍક ધાર્મિક આયોજન નહોતું, પરંતુ સમાજની ઍકતા, નિઃસ્વાર્થ સેવા અને માનવતાનું ઍક અદ્ભુત ઉદાહરણ બની રહ્નાં હતું.
પરમ પૂજ્ય અજય બાપુના પાવન સાનિધ્યમાં ૨૫ ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર સુધી યોજાયેલ આ દિવ્ય ભાગવત સાહે સમગ્ર સોસાયટીના સભ્યોને ઍક પ્રેમના સૂત્રમાં બાંધી દીધા. સાત દિવસ સુધી ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. આ સુંદર આયોજનને સફળ બનાવવામાં કલ્પેશસિંહ પરમાર, વિક્રમસિંહ ચૌહાણ, પાર્થ દેસાઈ, અને સોસાયટીના અન્ય તમામ મિત્રો ઍ ભારે જહમત ઉઠાવી હતી. દરરોજ સાંજે ૬ૅં૩૦ વાગ્યે સૌપ્રથમ પ્રસાદ રૂપી સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા, ત્યારબાદ પરમ પૂજ્ય બાપુની કથાનું શ્રવણ અને ભક્તિમાં ભક્તો લીન થયા હતા. ધર્મની સાથે સમાજસેવાનું ઍક મહાન કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું હતું.સોસાયટીના કોમન પ્લોટ પાસે આવેલ જળદેવી માતાના મંદિરને ચોમાસા દરમિયાન નુકસાન થયું હતું. માતાજીના આ પવિત્ર મંદિરનો જીર્ણોદ્ધાર થાય તેવા શુભ હેતુથી અનેક દાતા ઓઍ લાખો રૂપિયાનું દાન નોંધાવ્યું હતું.
જેમાં પ્રમુખ કેટરર્સના પંકીત પટેલે દરરોજ પોતાની નિઃસ્વાર્થ સેવા આપી હતી.
