Damanganga Times.

Damanganga Times.

November 03, 2026

લીલાપોર ગામે પ્રજાપતિ સમાજ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

લીલાપોર ગામે પ્રજાપતિ સમાજ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૨ ઃ વલસાડ જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા ના અધ્યક્ષ માનસિંહ પરમારની સૂચના અનુસાર વલસાડના લીલાપોર ગામે પ્રજાપતિ સમાજ સાથે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ અને પ્રભારી નીલભાઈ રાવ, બીજા ઉપાધ્યક્ષ  અને વલસાડ જિલ્લા પ્રભારી પ્રકાશભાઈ મોદી, પ્રદેશ મોરચાના મંત્રી ચેતનભાઇ પ્રજાપતિ, વલસાડ જિલ્લા બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ નિલેશભાઈ ભંડારી, મહામંત્રી આનંદભાઈ પટેલ અને ગ્રેવીનભાઈ ટંડેલ, મંત્રી દિવ્યેશભાઈ પટેલ તથા પ્રજાપતિ સમાજના આગેવાનો, માતા-બહેનો, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્ના હતા.
પ્રજાપતિ સમાજના આ સંવાદ કાર્યક્રમને સફળ બનાવવા માટે વલસાડ શહેર બક્ષીપંચ મોરચાના મહામંત્રી તથા પ્રજાપતિ સમાજના પ્રમુખ નિકુંજભાઈ પ્રજાપતિ અને ઉપપ્રમુખ વિનયભાઈ પ્રજાપતિને  ધન્યવાદ અને ખૂબ ખૂબ આભાર. આ પ્રસંગે છેક ગાંધીનગરથી પ્રજાપતિ સમાજ મુલાકાતે આવી અને પ્રજાપતિ સમાજ સાથે સંવાદ કરવા બદલ  નિલભાઈ રાવ અને પ્રકાશભાઈ મોદીનું સન્માન કરી  આભાર માનવામાં આવ્યો.