Damanganga Times.

Damanganga Times.

November 03, 2026

વલસાડના ૬૩ વર્ષિય સ્પર્ધકે VYROX ઍન્ડ્યુરન્સ ચેલેન્જ પુર્ણ કરી

વલસાડના ૬૩ વર્ષિય સ્પર્ધકે VYROX ઍન્ડ્યુરન્સ ચેલેન્જ પુર્ણ કરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૨ ઃ વલસાડ રનર્સ ગ્રૂપ (સ્ય્ઞ્) દ્વારા દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમવાર આયોજિત અત્યંત કઠિન ગણાતી સ્ળ્ય્બ્હ્ ઍન્ડ્યુરન્સ ચેલેન્જમાં ૬૩ વર્ષીય સ્પર્ધકે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ફિટનેસ ક્ષેત્રે નવો દાખલો બેસાડ્યો છે. ૭ કિલોમીટરનું રનિંગ અને તેની સાથે ૭ પડકારજનક ફિટનેસ ઍક્ટિવિટીઝથી સજ્જ આ ઇવેન્ટ તેમણે કોઈપણ પ્રકારની ઈજા વગર સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
સ્પર્ધકના જણાવ્યા અનુસાર, તેઓઍ છેલ્લી ઘડીઍ આ સ્પર્ધા માટે નોંધણી કરાવી હતી અને તેમની પાસે કોઈ ચોક્કસ તાલીમ નહોતી. શરૂઆતમાં ૬૩ વર્ષની ઉંમરે આ ચેલેન્જ પૂર્ણ કરવા અંગે આશંકા હતી, પરંતુ કેયુર શાહ, ડૉ. અનીશ દિવાનજી, ડૉ. હેતલ શાહ, ડૉ. કલ્પેશ જોશી અને ડૉ. સંજીવ જેવા સાથીઓના સતત પ્રોત્સાહન અને વિશ્વાસને કારણે તેઓઍ મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો હતો.
પોતાની સફળતા અંગે સ્પર્ધકે જણાવ્યું કે, ૅમેં કોઈપણ ઈજા વિના આ પડકાર પાર પાડ્યો છે. આ સિદ્ધિ માટે હું ઈશ્વરનો આભાર માનું છું. આ અનુભવે સાબિત કરી દીધું છે કે ઉંમર માત્ર ઍક આંકડો છે, અસલ પડકાર ફક્ત તમારા પોતાના પર વિશ્વાસ રાખવાનો હોય છે.
દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત વૈશ્વિક સ્તરનું આયોજન દક્ષિણ ગુજરાતમાં આ સ્તરની પ્રથમ ઍન્ડ્યુરન્સ ઇવેન્ટ લાવવા બદલ સ્ય્ઞ્ ટીમની વ્યાપક પ્રશંસા થઈ રહી છે. સ્પર્ધા દરમિયાન દરેક સ્ટેશન પર કડક નિરીક્ષણ, સમર્પિત સ્વયંસેવકો, પૂરતા હાઇડ્રેશન પોઇન્ટ્સ, ફોટોગ્રાફી-વિડીયોગ્રાફી અને ઉત્સાહવર્ધક વાતાવરણ વચ્ચે સ્પર્ધકોઍ પોતાનું કૌશલ્ય દાખવ્યું હતું. આ ઇવેન્ટ કોઈ કસોટી જેવી લાગી રહી હતી, જ્યાં દરેક સ્ટેશન ઍક પડકાર સમાન હતું. સ્પર્ધકે કાર્યક્રમના સફળ આયોજન બદલ સ્ય્ઞ્ ટીમ, ખાસ કરીને ડૉ. કલ્પેશ જોશી, ડૉ. સંજીવ, ડૉ. અજિત તથા તમામ સ્વયંસેવકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.