વાપીમાં સરદાર પટેલની જન્મજયંતીની ઉજવણી કરાઈ
- byDamanganga Times
- 02 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૧ ઃ વાપીમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા દેશના લોખંડી પુરુષ અને ભારતની ઍકતા-અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પટેલ સમાજની વાડી ખાતે સમાજના પ્રમુખ માધુભાઈ માંગુકિયા અને માજી પ્રમુખ અને ટ્રસ્ટી નાનુભાઈ પટેલની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વાપી તેમજ આસપાસના વિસ્તારોમાં વસતા સમાજના અગ્રણીઓ, યુવાનો અને સભ્યોઍ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે સરદાર પટેલના રાષ્ટ્રપ્રેમ, ઍકતા અને અખંડિતતાના વિચારોને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
