ઉમરગામમાં સરદાર પટેલની જન્મજયંતિઍ ઍકતા રેલી યોજાઈ
- byDamanganga Times
- 02 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૦૧ ઃ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ઉમરગામ નગરપાલિકાઍ ઍકતા રેલી યોજી હતી. રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.રેલીમાં ઉમરગામ શહેર સંગઠન પ્રમુખ મયંકભાઈ પ્રેસવાલા, મહામંત્રી વિશ્વકર્મા ટંડેલજી, મહામંત્રી મનોજભાઈ ઝા, વલસાડ જિલ્લા મંત્રી ભાવનાબેન કરુલકર, મહિલા મોરચા પ્રમુખ, શહેર સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો પણ જોડાયા હતાં. નગરપાલિકા પ્રમુખ ખુશ્બુ શૈલેષ જાદવે કહ્નાં કે નાગરિકોઍ મોટી સંખ્યામાં હાજરી આપીને ઍકતાનો સંદેશ આપ્યો છે. ત્યારબાદ સૌઍ ઍકતાનગરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લાઇવ પ્રસારણ સાથે મળીને નિહાળ્યું હતું.જાદવે નાગરિકોને ભાષા, જાતિ કે ધર્મના નામે અલગ ન પડવા અને ઍકતાની ભાવના સાથે આગળ વધવા કહ્નાં હતું. તેમણે ઉમરગામના વિકાસ અને પ્રગતિમાં સૌને સાથે મળીને ભાગ લેવા સંકલ્પ કરવા અપીલ કરી હતી. રાષ્ટ્રીય ઍકતા દિવસની ઉજવણીમાં નગરપાલિકા, શહેર સંગઠન અને નગરજનોઍ ઍકતા, ભાઈચારા તથા સામૂહિક વિકાસનો સંદેશ આપ્યો હતો.
