Damanganga Times.

Damanganga Times.

November 02, 2026

વાપીમાં સ્વદેશી મેળાની કનુભાઈ દેસાઈઍ મુલાકાત લીધી

વાપીમાં સ્વદેશી મેળાની કનુભાઈ દેસાઈઍ મુલાકાત લીધી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૦૧ ઃ ગુજરાત સરકાર નાણામંત્રી કનુભાઈ દેસાઈઍ તા.૩૧-૧૦-૨૦૨૬ને શનિવારના રોજ વાપીમાં સ્વદેશી મેળાની મુલાકાત લીધી હતી. દરેક સ્ટોલની મુલાકાત લઈ સ્થાનિક કારીગરો અને મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કર્યા હતાં.

વાપી મહાનગરપાલિકા અને ગુજરાત શહેરી આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે અજીત નગર પ્લે ગ્રાઉન્ડ, ચલા ખાતે આયોજિત ભવ્ય સ્વદેશી મેળોનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શન-સહ-વેચાણ મેળો આગામી ૨૮ ઓક્ટોબરથી ૬ નવેમ્બર સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈની મુલાકાત દરમિયાન તેમની સાથે વાપી મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષભાઈ પટેલ, વાપી શહેર ભાજપ સંગઠનના પ્રમુખ મનીષભાઈ દેસાઈ, મ્યુન્સીપલ કમિશનર ઍન.ઍફ. ચૌધરી તેમજ પાલિકાના ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્ના હતાં. તમામ વાપીવાસીઓને વોકલ ફોર લોકલ મંત્રને પ્રોત્સાહન આપવા અને આગામી ૬ નવેમ્બર સુધી પરિવાર સાથે આ સ્વદેશી મેળાની અચૂક મુલાકાત લઈ ઉત્સાહ વધારવા અંગે જણાવાયું છે.