Damanganga Times.

Damanganga Times.

November 02, 2026

વાપીમાં અનાવિલ યુવા સંગઠન દ્વારા રાસ ગરબા અને સ્નેહમિલન યોજાયું

વાપીમાં અનાવિલ યુવા સંગઠન દ્વારા રાસ ગરબા અને સ્નેહમિલન યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૧ ઃ વાપી ખાતે અનાવિલ યુવા સંગઠન દ્વારા આયોજિત ‘યુવા અનાવિલ રાસ ગરબા અને અનાવિલ સ્નેહમિલન’ કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતા. મહાનુભાવોઍ જ્ઞાતિજનો સાથે રાસ ગરબાની રમઝટ માણી હતી.

યુવા અનાવિલ વાપીના પ્રમુખ મનીષભાઈ દેસાઈ અને તેમની સમગ્ર ટીમના અથાગ પરિશ્રમથી કાર્યક્રમ સફળ રહ્ના હતો. વાપી, પારડી, ઉમરગામ, ઉદવાડા, દમણ અને સેલવાસ સહિતના વિસ્તારોમાંથી ૧૨૦૦થી વધુ અનાવિલ ભાઈઓ-બહેનોઍ ઉત્સાહભેર હાજરી આપી હતી.

આ પ્રસંગે વાપી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મિતેશભાઈ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીશભાઈ પટેલ, ડો. સુકેતુ દેસાઈ, સરદાર ભીલાડવાલા બેંકના પૂર્વ ચેરમેન હર્ષદભાઈ દેસાઈ, દર્પણભાઈ દેસાઈ અને ઍડવોકેટ બકુલભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્ના હતાં. આ ઉપરાંત વાપી મહાનગર પાલિકામાં ચૂંટાયેલા અનાવિલ નગરસેવકોનું મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન અનાવિલ યુવા સંગઠનના યુવાનોઍ સમાજમાં ઍકતા, ભાઈચારો અને પરસ્પર સ્નેહભાવ જળવાઈ રહે તેવા પ્રયાસો કર્યા હતા. વિવિધ વિસ્તારોમાંથી આવેલા જ્ઞાતિજનોને ઍકબીજાને મળવા અને પરિચય કેળવવાની તક મળી હતી. રાસ ગરબા અને સ્નેહમિલનના માધ્યમથી સમાજની ઍકતા અને સંગઠનભાવને વધુ મજબૂત બનાવવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.