તિથલમાં દુષ્કર્મ આચરી સોનુ અને રોકડ પડાવનાર ઝડપાયો
- byDamanganga Times
- 02 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૧ ઃ સગીરાને લલચાવી-ફોસલાવી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચરવા ઉપરાંત ફોટા વાયરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયાનું સોનું અને રોકડ પડાવી લેવાના ગંભીર ગુનામાં ડુંગરી પોલીસે આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી જેલભેગો કર્યો છે.
ડુંગરી પોલીસ મથકે તા. ૧૯/૧૦/૨૦૨૬ના રોજ નોંધાયેલી ફરિયાદ નોંધાતા આરોપી ધ્રુવિલ સંપતભાઈ પટેલે ફરિયાદીની સગીર વયની દીકરીને લલચાવી-ફોસલાવી ગેરકાયદેસર રીતે વલસાડના તીથલ રોડ સ્થિત ‘આમંત્રણ હોટલ’માં લઈ ગયો હતો. ત્યાં સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી તેના ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ આ ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી ભોગ બનનાર પાસેથી અલગ-અલગ સમયે ઘરમાંથી રોકડા રૂ. ૨,૬૧,૦૦૦ તથા આશરે રૂ. ૪૩,૪૮,૬૨૮ની કિંમતના ૩૨.૪ તોલા સોનાના દાગીના બળજબરીપૂર્વક પડાવી લીધા હતા.
આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ડુંગરી પોલીસ સ્ટેશનના પી.આઈ. યુ.ઍચ. પટેલ તથા સ્ટાફે ટેકનિકલ ઍનાલિસિસ અને હ્નામન સોર્સિસના આધારે આરોપી ધ્રુવિલ સંપતભાઈ પટેલ (ઉં.વ. ૨૧, રહે. શંકરતળાવ મંદિર ફળિયા, તા.જી. વલસાડ)ની અટકાયત કરી ૧૫૦.૩૩૦ ગ્રામ સોનાની લંગડીકિંમત રૂ. ૧૯,૫૪,૨૯૦ રોકડા રૂપિયા ૫,૦૦૦, ઍક મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૧૯,૬૪,૨૯૦ નો મુદ્દામાલ રિકવર કર્યો છે.
