Damanganga Times.

Damanganga Times.

November 02, 2026

વાપીમાં ‘રન ફોર યુનિટી’ યોજાઈ

વાપીમાં ‘રન ફોર યુનિટી’ યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૧ ઃ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મદેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તેમજ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે વાપી મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય ઍકતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈની ગરિમામય ઉપસ્થિતિમાં ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રન ફોર યુનિટીમાં મંત્રી કનુભાઈ દેસાઈ સાથે જિલ્લાના પ્રભારી સચિવ રૈમ્યા મોહન, જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન, વાપી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઍન.ઍફ. ચૌધરી, વાપી શહેર સંગઠન પ્રમુખ મનિષ દેસાઈ, શિલ્પેશભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.

આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈઍ જણાવ્યું હતું કે, આજે સમગ્ર દેશની નજર ઍકતાનગર પર છે અને આ આપણા સૌ માટે ગર્વનો દિવસ છે. સરદાર વલ્લભભાઈ પટેલે દેશનાં તમામ રજવાડાંઓને ઍકત્રિત કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. દેશના સુદૃઢ વહીવટી તંત્ર માટે સનદી અધિકારીઓની વ્યવસ્થાની રચના કરી વિકાસનો પાયો નાખ્યો હતો. આજે ભારત અખંડ રાષ્ટ્ર તરીકે તેજ ગતિથી વિકાસના માર્ગે આગળ વધી રહ્નાં છે અને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્ય તરફ પ્રયાણ કરી રહ્નાં છે.દરમિયાન વાપીના ચલા-દમણ રોડ પર આવેલા અજિતનગર પ્લે ગ્રાઉન્ડ ખાતે વાપી મહાનગરપાલિકા અને ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા આયોજિત સ્વદેશી મેળાની પણ મંત્રી કનુભાઈ દેસાઈઍ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઍકતાનગર ખાતે યોજાયેલી ભવ્ય ઍકતા પરેડનું જીવંત પ્રસારણ મંત્રી સહિત ઉપસ્થિત નગરજનોઍ નિહાળ્યું હતું. રાષ્ટ્રીય ઍકતા, અખંડિતતા અને સામાજિક સમરસતાના સંકલ્પને જનજન સુધી પહોંચાડવાના હેતુથી વાપી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ૧૩ વોર્ડમાં વોર્ડવાઈઝ નિર્ધારિત સ્થળોઍ ઍલઈડી સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના માધ્યમથી વાપીવાસીઓ ઍકતા પરેડનું જીવંત પ્રસારણ નિહાળી શકે તેવું આયોજન કરાયું હતું.