Damanganga Times.

Damanganga Times.

November 02, 2026

વલસાડના વેપારી સાથે રૂ. ૪૧ લાખની છેતરપિંડી કરતા ચાર સામે ફરિયાદ

વલસાડના વેપારી સાથે રૂ. ૪૧ લાખની છેતરપિંડી કરતા ચાર સામે ફરિયાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૧ ઃ મુંબઈના ન્હાવા શેવા પોર્ટમાં ઝ઼ય્ત્ વિભાગ દ્વારા હોલ્ડ કરાયેલા આયાતી માલના કન્ટેનરો કાયદેસર રીતે છોડાવી આપવાની લાલચ આપી વલસાડના ઍક વેપારી પાસેથી ૪૧ લાખ પડાવી લઈ છેતરપિંડી આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ગુનાહિત કાવતરું રચી ઠગાઈ કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  વલસાડ તાલુકાના મગોદગામે  રહેતા અને ચાઈનાથી ઘર વપરાશની ચીજવસ્તુઓ ઈમ્પોર્ટ-ઍક્સપોર્ટ કરતા આનંદભાઈ શાહના સ્ટીલ અને પ્લાસ્ટિકના ઘર વપરાશના સામાન ભરેલા ત્રણ કન્ટેનરો બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાર્ડડ (ગ્ત્લ્)ના સ્ટેમ્પના અભાવે ઝ઼ય્ત્ વિભાગ દ્વારા નવા શેવા પોર્ટ મુંબઈ મહારાષ્ટ્ર માં પર હોલ્ડ કરવામાં આવ્યા હતા. 

આ કન્ટેનરો છોડાવવા માટે વલસાડ-ધરમપુર રોડ પર  આવેલા ઍક રિસોર્ટમાં આરોપી ચિંતનભાઈ વસંતભાઈ શાહ તથા કલ્પેશભાઈ શાહ સાથે વેપારીની મુલાકાત ગોઠવવામાં આવી હતી. આરોપીઓઍ ઝ઼ય્ત્ વિભાગમાં ઓળખાણ હોવાનું અને કાયદેસરની દંડની પ્રક્રિયા પતાવી કન્ટેનરો મુક્ત કરાવી આપવાની ખાતરી આપી હતી. આ કામ પેટે તેમણે વેપારી પાસેથી આંગડિયા મારફતે ટુકડે-ટુકડે રોકડા ૩૧.૫૦ લાખ તથા સ્ટેમ્પ ડ્યુટી પેટે ૯.૫૦ લાખ મેળવી કુલ ૪૧ લાખ પડાવી લીધા હતા. નાણાં મેળવ્યા બાદ પણ લાંબા સમય સુધી કન્ટેનરો ન છૂટતા વેપારીઍ ઉઘરાણી શરૂ કરી હતી. આરોપીઓઍ રકમ પરત કરવાના બહાને ખોટી બેંક સ્લિપો, ખોટા ટ્રાન્સફર મેસેજો તેમજ ચેકો આપ્યા હતા. જોકે ચેક બેંકમાં રિટર્ન થયા હતા અને ખાતામાં કોઈ રકમ જમા થઈ નહોતી. આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં વેપારીઍ ચિંતનભાઈ શાહ  રહે.૧૦૩ ગ્ શ્રીસૈનટાવર ૧૫૦ ફીટ રોડ પી દમાવંતી નગર થાણે ભાયંદર (પૂર્વ) મહારાષ્ટ્ર  કલ્પેશભાઈ શાહ રહે..વૈભવ હોરાઇઝન ગિલ્પ હોટેલ ઍરપોર્ટ નજીક ટી ઍરિયા ભાયંદર (પૂર્વ) મહારાષ્ટ, વિશ્વજીતસિંહ ગોહિલ રહે.ભાવનગર સહિતના સંડોવાયેલા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.