Damanganga Times.

Damanganga Times.

November 02, 2026

અતુલ ગ્રા.પં.ના સફાઈ કર્મીઅો બોનસ મુદ્દે હડતાળ પર ઉતર્યા

અતુલ ગ્રા.પં.ના સફાઈ કર્મીઅો બોનસ મુદ્દે હડતાળ પર ઉતર્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૧ ઃ દિવાળી જેવા મોટા તહેવારના ટાણે જ સરકારી નિયમ મુજબ મળવાપાત્ર પગાર, બોનસ અથવા ઍડવાન્સ રકમ સમયસર નહિ મળતાં વલસાડ તાલુકાની અતુલ ગ્રામ પંચાયતના સફાઈ કામદારોમાં ભારે રોષ ફેલાયો છે. આર્થિક સંકળામણનો સામનો કરી રહેલા સફાઈ કર્મચારીઓઍ પંચાયત પ્રશાસન સામે વિરોધનું બ્યુગલ ફૂંકી ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે.

અતુલ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા ગરીબ સફાઈ કર્મચારીઓને પોતાના હકના નાણાં મેળવવા માટે પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. પંચાયત તંત્ર દ્વારા નિયમ અનુસાર ચૂકવવાપાત્ર રકમ તેમજ દિવાળી બોનસ કે ઍડવાન્સ સમયસર ન ચૂકવાતાં કામદારોની દિવાળી સુધરવાને બદલે બગડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આર્થિક તંગીથી કંટાળીને ઍકજૂથ થયેલા સફાઈ કામદારોઍ જણાવ્યું છે કે, જ્યાં સુધી તેમની વ્યાજબી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે અને હકના નાણાં ચૂકવવામાં નહીં આવે, ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન અને ધરણા આંદોલન ચાલુ રહેશે. તહેવારોના સમયે જ સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતરતાં સમગ્ર પંચાયત વિસ્તારમાં ગંદકી ફેલાવાની અને સફાઈ કામગીરી ખોરવાઈ જવાની ભીતિ સર્જાઈ છે.