Damanganga Times.

Damanganga Times.

October 31, 2026

ધરમપુરના કાનજી ફળિયામાં ડેન્ગ્યુ અને તાવનો વાવરથી લોકોમાં ચિંતા

ધરમપુરના કાનજી ફળિયામાં ડેન્ગ્યુ અને તાવનો વાવરથી લોકોમાં ચિંતા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૩૦ ઃ ધરમપુર નગરના કાનજી ફળિયા વિસ્તારમાં છેલ્લા ચારથી પાંચ દિવસ દરમિયાન ૧૦થી વધુ લોકો ડેન્ગ્યુ અને તાવની ઝપેટમાં આવ્યા હોવાની માહિતી સ્થાનિકો પાસેથી -ા થઈ છે. આ પૈકી કેટલાક દર્દીઓને વધુ સારવાર અર્થે વલસાડ ખાતે તેમજ ધરમપુર ની સાઈનાથ હોસ્પિટલ અને આરોગ્યમ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ કાનજી ફળિયામાં ઍકસાથે અનેક લોકો બીમાર પડતાં સ્થાનિક રહીશોમાં ચિંતા અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્ના છે. વિસ્તારમાં ડેન્ગ્યુ જેવા રોગચાળાની આશંકા ઊભી થતાં આસપાસના રહીશોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધરમપુર નગરપાલિકાના આરોગ્ય વિભાગ તેમજ ધરમપુર સરકારી હોસ્પિટલના આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી સ્થળ તપાસ કરવામાં આવે, બીમાર લોકોની આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવે અને મચ્છરોના ઉપદ્રવને અટકાવવા જરૂરી દવાઓનો છંટકાવ તથા સફાઈ સહિતની કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિક રહીશોમાંથી માંગ ઉઠી છે.
 સાથે જ ડેન્ગ્યુ અને તાવના કેસો પાછળનાં કારણો શોધી રોગચાળો વધુ ફેલાય નહીં તે માટે આરોગ્ય તંત્ર દ્વારા યોગ્ય તકેદારી અને નિવારક પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.