ઉમરગામના પૂરગ્રસ્ત ગામોને સહાય ન મળતાં કોîગ્રેસનું કલેક્ટરને આવેદનપત્ર
- byDamanganga Times
- 31 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૦ ઃ ઉમરગામ તાલુકામાં ચોમાસા દરમિયાન આવેલા ભયાનક પૂરમાં નુકસાન પામેલા પરિવારોને સરકારી સહાય ન મળતાં સ્થાનિક આગેવાનો અને અસરગ્રસ્તો દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાકીદે સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી છે. ઉમરગામના પૂરગ્રસ્ત ગામોને સહાય ન મળતા કલેક્ટરને આવેદનપત્ર આપવા જતી વખતે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી.
ઉમરગામ તાલુકામાં ચોમાસા દરમિયાન આવેલા ભયાનક પૂરમાં નુકસાન પામેલા પરિવારોને સરકારી સહાય ન મળતાં સ્થાનિક આગેવાનો અને અસરગ્રસ્તો દ્વારા આજરોજ વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું ગત તારીખ ૨૨ અને ૨૩ જુલાઈ ૨૦૨૬ના રોજ પડેલા ભારે વરસાદના કારણે ઉમરગામ તાલુકાના અંકલાસ, નગવાસ, ઝરોલી તેમજ ભીલાડ ગામના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં અંકલાસ ગામના આંબાતપાડા, પારસીપાડા, વડીપાડા, ગઢેરપાડા, ગુરુડપાડા, નવલુંપાડા, વાણીયાપાડા તેમજ નગવાસ ગામના પારસીપાડા, માંગાતપાડા, પટેલપાડા, પ્રથમપાડા અને ઝરોલી ગામના ગુરુડપાડા તેમજ સોની ફળિયા જેવા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. તેના કારણે કાચા-પાકા મકાનો, ઝૂંપડાં અને ઘરવખરીને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું.
પૂર બાદ તલાટી કમ મંત્રી દ્વારા સ્થળ પંચક્યાસ કરી માહિતી મેળવવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા ‘ચોમાસું-૨૦૨૬’ અંતર્ગત સહાયની જાહેરાત કરવામાં આવી હોવા છતાં અસરગ્રસ્તોને કોઈ પણ -કારનું વળતર મળ્યું નથી. આ બાબતે સ્થાનિક ગ્રામજનોઍ તલાટી, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરી હોવા છતાં કોઈ યોગ્ય પગલાં લેવાયા ન હતા.
સરકારી સહાયથી વંચિત રહેલા પૂરપીડિતોના નુકસાનની પુનઃ ચકાસણી કે પંચક્યાસ કરવામાં આવે અને ખરેખર નુકસાન ભોગવનારા તમામ અસરગ્રસ્ત પરિવારોને વહેલી તકે સહાય આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. આ રજૂઆતમાં ઉમરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવેશભાઈ ડી. પટેલ, આદિવાસી વારલી સમાજ સેવા સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જયેશભાઈ ભગુભાઈ, વલસાડ જિલ્લા કોંગ્રેસ ઍસ.ટી. સેલ પ્રમુખ બાબુભાઈ પટેલ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતા.
