વાપી રેલ્વે ગરનાળાથી દારૂ ભરેલ કાર સાથે બે ઝડપાયા
- byDamanganga Times
- 31 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૩૦ ઃ વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે દમણથી સુરત તરફ લઈ જવાતો વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
વલસાડ લ્ભ્ યુવરાજસિંહ જાડેજાની સૂચના અને ન્ઘ્ગ્ ભ્ત્ ઍ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ ન્ઘ્ગ્ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી. જેના આધારે વાપી ટાઉન રેલવેના મોટા ગરનાળા પાસે ઍક શંકાસ્પદ સફેદ મારુતિ સુઝુકી અર્ટીગા કાર નં. પ્ણ્-૦૪-ન્ળ્-૧૫૮૭ ને રોકી તપાસ કરતા તેમાં કાળા કલરની પ્લાસ્ટિકની થેલીઓ અને ખીપી પૂંઠાના બોક્સમાં સંતાડેલી ભારતીય બનાવટની વિદેશી દારૂ વ્હીસ્કી/બીયરની ૧૦૫૬ બોટલ/ટીન કુલ ૩૨૮.૨૦ લીટર કિંમત રૂ. ૨,૫૮,૬૮૦ નો જથ્થો મળ્યો હતો. પોલીસે કાર કિંમત રૂ. ૫ લાખ અને બે મોબાઈલ રૂ. ૧૦ હજાર મળી કુલ રૂ. ૭,૬૮,૬૮૦ ના મુદ્દામાલ સાથે કાર ચાલક રાજ ભીમાભાઈ મંગલભાઈ ઘોડિયા પટેલ ઉ. ૨૦ અને ક્લીનર વિવેક વિજયભાઈ નવીનભાઈ નાયક ઉ. ૧૮ બંને રહે તીઘરા, તા. પારડી ને ઝડપી પાડ્યા છે. દારૂ ભરેલી કાર આપનાર વોન્ટેડ આરોપી અંકીત રહે ડાભેલ, દમણને વોન્ટેડ જાહેર કરી વાપી ટાઉન પોલીસ મથકે પ્રોહી ઍક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે.
