Damanganga Times.

Damanganga Times.

October 31, 2026

દેહરી કટવાર ફળિયામાં આંગણવાડી મકાનનુ ખાતમુહૂર્ત કરાયું

દેહરી કટવાર ફળિયામાં આંગણવાડી મકાનનુ ખાતમુહૂર્ત કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૩૦ ઃ ઉમરગામ તાલુકાના દેહરી કટવાર ફળિયામાં રૂપિયા ૧૬ લાખના ખર્ચે નિર્માણ થનાર આંગણવાડી મકાનનુ મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેને લઈને લોકોમાં વાલીઓમાં બાળકોમાં ખુશીની લાગણી છવાયેલી જોવા મળી હતી.જિલ્લા પંચાયતના સભ્ય વંદનાબેન માહયાવંશીના હસ્તે તાલુકા પંચાયતના સભ્ય કાજલબેન હળપતિ, ગ્રામ પંચાયતના સરપંચ ધનેશભાઈ, ઉપસરપંચ ઉમેશભાઈ, પંચાયતના સભ્યો નીતિનભાઈ તથા રેખાબેન, પુષ્પાબેન, હંસાબેન, રવિન્દ્રભાઈ તથા ગ્રામના આગેવાનો નીતિનભાઈ સાવે, દિનેશભાઈ, ચંદ્રેશભાઇ, નિકુંજભાઈ, સુભાષભાઈ, મનોજભાઈ, અશોકભાઈ, જીગાભાઈ, મુકેશભાઈ, દીપકભાઈ વિગેરેની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આઈસીડીઍસના અધિકારી, આંગણવાડી બહેનો, તલાટી કમ મંત્રી હંસાબેન તથા બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા.
જિલ્લા પંચાયતના સભ્ય વંદનાબેન તથા સરપંચ ધનેશભાઈ અને મહાનુભાવોઍ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું બાળકો માટે ખૂબ સારી સુવિધા વાડી આંગણવાડી બને તે ખુબ ખુશીની વાત છે દેશમાં આરોગ્ય શિક્ષણ રોજગાર સહિત વિવિધ ક્ષેત્રે જન કલ્યાણના કામો થઈ રહ્ના છે ધારાસભ્ય રમણભાઈ પાટકર તથા સરકાર અને સ્થાનિક ગ્રામ પંચાયત જન કલ્યાણ અને લોકોની સુખાકારી માટે સતત કામ કરી રહી છે. જે અભિનંદન ને પાત્ર છે.