નવસારી પોસ્ટ ઓફીસ દ્વારા ડાક અદાલત યોજાશે
- byDamanganga Times
- 31 October, 2026
(દમણગંગા ટાઈમ્સ)
નવસારી, તા. ૩૦ ઃ નવસારી પોસ્ટ ઓફીસ દ્વારા તારીખ ૦૬.૧૧.૨૦૨૬ ના રોજ ૧૨ૅં૦૦ કલાકે ડાક અદાલત યોજવામાં આવશે. આ ડાક અદાલતમાં ટપાલ ખાતાના નીતિ-વિષયક મુદ્દાઓ સિવાયની ફરિયાદ લેખિતમાં કરી શકાશે. ભારતીય ટપાલ સેવા પૈકી કોઈ ઍક જ વિષયને સ્પર્શતી ફરિયાદો ઓફિસ ઓફ સિનીયર સુપ્રીટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસીસ નવસારી ડીવીઝન, નવસારી-૩૯૬૪૪૫ ના સરનામે તારીખ ૦૪.૧૧.૨૦૨૬ સુધીમાં મળી જાય તેવી રીતે અરજી મોકલી શકાશે. આ તારીખ બાદ આવેલ ફરિયાદ ધ્યાનમાં લેવામાં આવશે નહિ. નવસારી પોસ્ટ ઓફીસની ઍક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
