Damanganga Times.

Damanganga Times.

October 31, 2026

વાપી આર.કે. દેસાઈમાં વકૃત્વ સ્પર્ધા યોજાઈ

વાપી આર.કે. દેસાઈમાં વકૃત્વ સ્પર્ધા યોજાઈ


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૩૦ ઃ આર.કે. દેસાઈ કોલેજ ઓફ ઍજ્યુકેશન, વાપી ખાતે  કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પ્રોવિડન્ટ ફંડ (ભ્જ્)ના આયોજન હેઠળ  વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના માર્ગદર્શન હેઠળ ભ્રષ્ટાચાર પ્રત્યે જાગૃતિ કેળવવા, પ્રામાણિકતા અને નૈતિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે સતર્કતા જાગૃતિ સાહની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૬માં આ સાહની ઉજવણી ૨૭ ઑક્ટોબરથી ૧ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન ઙ્કસત્યનિષ્ઠાથી સમૃદ્ધિ (ભ્શ્વંણુજ્ઞ્દ્દક્ક શ્ંશ્વ ભ્શ્વંસ્ન્ષ્ટફૂશ્વજ્ઞ્દ્દક્ક) વિષયવસ્તુ સાથે કરવામાં આવી રહી છે. આ પ્રસંગે આર.કે. દેસાઈ કોલેજ ઓફ ઍજ્યુકેશન ખાતે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પ્રામાણિકતા, પારદર્શિતા, જવાબદારી અને ભ્રષ્ટાચારમુક્ત સમાજના નિર્માણ અંગે જાગૃતિ કેળવવાનો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિજય કુમાર, રિજનલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર તથા રોહિત સિંહ, રિજનલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર–ત્ત્ ઉપસ્થિત રહ્ના હતા. જેમાં  પી. ઍફ. ઓફિસ કમિશનર વિજય કુમાર, રોહિત સિંહ તથા અધ્યાપક ડૉ. ગુંજન વશી, અધ્યાપક કુંજલ ટંડેલ ઍ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી. આ સ્પર્ધામાં  પ્રિયંકા પુરોહિત પ્રથમ , વૈષ્ણવી ઓઝા દ્વિતીય , ઉર્વશી રાઠોડ તૃતીય અને સિદ્ધી પાંચાલ ઍ ચતુર્થ ક્રમ પ્રા કર્યો હતો. સર્વ વિજેતાઓને પ્રમાણપત્ર તથા ભેટ આપવામાં આવ્યા. કાર્યક્રમનુ  સમગ્ર આયોજન  અધ્યાપક ડૉ. રાહુલ ટંડેલ દ્વારા કરવામાં આવ્યું હતું તથા અધ્યાપક સાહિલ કુમાર ધ્વારા સૂત્ર સંચાલન કરવામાં આવ્યું હતું. આ  સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ સંસ્થાના ચેરમેન મિલનભાઈ દેસાઈ તથા કેમ્પસ ડાયરેક્ટર ડૉ. મિત્તલ શાહ , પ્રિન્સીપાલ ડૉ. પ્રીતિ ચૌહાણ અને પ્રિન્સીપાલ સરોજબેન પટેલે અભિનંદન પાઠવી શુભકામનાઓ આપી હતી.