વલસાડમાં ‘સ્વદેશી મેળા’નો પ્રારંભ
- byDamanganga Times
- 30 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૯ ઃ સ્થાનિક કારીગરો અને મહિલા ઉદ્યોગસાહસિકોને મળશે પ્રોત્સાહન મળે તે હેતુથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તથા વલસાડ નગરપાલિકા દ્વારા નારીશક્તિ, સ્થાનિક કલા અને ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા તેમજ સ્થાનિક અર્થતંત્રને વધુ મજબૂત બનાવવાના હેતુથી ‘સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટિવલ)’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા.૨૮ ઓક્ટોબરથી ૬ નવેમ્બર સુધી આ મેળો જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. વડાપ્રધાનના ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવાના હેતુથી આયોજિત આ મેળાનું ઉદ્ઘાટન વલસાડના ધારાસભ્ય ભરતભાઈ, નગરપાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ, વલસાડ જિલ્લા ભાજપ સંગઠનના કમલેશભાઈ પટેલ, ઉપપ્રમુખ આશુતોષ મિશ્રા, શાસક પક્ષના નેતા અલ્કાબેન દેસાઈ તેમજ અન્ય સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ મેળા દ્વારા સ્થાનિક કારીગરોને પોતાની સુષુ કળા અને કૌશલ્ય રજૂ કરવા માટે યોગ્ય મંચ મળે છે, આ સ્વદેશી મેળો સ્થાનિક મહિલા ઉદ્યોગસાહસિકો, નાના વેપારીઓ અને કારીગરોને પ્રોત્સાહન આપવા સાથે સ્થાનિક અર્થતંત્રને વેગ આપવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ છે. મોલ કે ઓનલાઇન ખરીદીના વિકલ્પ તરીકે સ્થાનિક સ્તરે તૈયાર થતી વસ્તુઓની ખરીદીને પ્રોત્સાહન આપવાની આ ઍક ઉત્તમ તક છે. ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના સંકલ્પ સાથે સ્થાનિક ઉત્પાદનો ખરીદીને સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન મળે.
