ગાડરિયાગામમાં પરણીતાઍ આત્મહત્યા કરતાં તપાસ મંગાઈ
- byDamanganga Times
- 30 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.ે ૨૯ ઃ વલસાડ તાલુકાના ગાડરિયા ગામના દાદરી ફળિયામાં રહેતી ૨૪ વર્ષીય પરિણીતાઍ અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં જ પિયર પક્ષમાં શોકનો માહોલ છવાયો છે, જ્યારે સાસરિયાના માનસિક અને શારીરિક ત્રાસના કારણે જ પરિણીતાઍ આ આત્યંતિક પગલું ભર્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે મામલો ગરમાયો છે.
વલસાડ તાલુકાના ગાડરિયા ગામના દાદરી ફળિયામાં રહેતા જીગરભાઈ પટેલની ૨૪ વર્ષીય પત્ની મેઘનાબેને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઍકઠા થઈ ગયા હતાં અને પોલીસને જાણ કરવામાં આવી હતી. દરમિયાન, દીકરીના મોતના સમાચાર મળતાં જ પિયર પક્ષના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. પિયર પક્ષે આક્ષેપ કર્યો છે કે લગ્નજીવન દરમિયાન મેઘનાબેનને સાસરી પક્ષ તરફથી સતત ત્રાસ આપવામાં આવતો હતો. આ ત્રાસ સહન ન થતાં આખરે તેમની દીકરીઍ આત્મહત્યા કરી લેવાની ફરજ પડી છે. પિયરિયાઓઍ આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ સમક્ષ નિષ્પક્ષ અને તટસ્થ તપાસની ઉગ્ર માંગ કરી છે. પરિણીતાના મોત પાછળ જવાબદાર સાસરિયાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરિણીતાઍ કયા સંજોગોમાં આ પગલું ભર્યું તે અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પિયર પક્ષના આક્ષેપોને આધારે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
