Damanganga Times.

Damanganga Times.

October 30, 2026

ઉમરગામ UIA ખાતે ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’ કાર્યક્રમ યોજાયો

ઉમરગામ UIA ખાતે ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’ કાર્યક્રમ યોજાયો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૯ ઃ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન (શ્ત્ખ્)ની કચેરી ખાતે જિલ્લા પોલીસવડા યુવરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં તથા વાપી ડીવાયઍસપી બી.ઍન. દવેની ઉપસ્થિતિમાં ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડ્રગ્સ સામે જાગૃતિ, ટ્રાફિક નિયમો અને સાયબર ક્રાઇમ જેવા મહત્ત્વના વિષયો પર પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉમરગામ પોલીસ મથકના પીઆઈ ઍચ.ડી. તુવરે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, ડ્રગ્સના દુષણ સામે સમાજમાં જાગૃતિ ફેલાવવા તથા સાયબર ગુનાઓથી સાવચેત રહેવા અપીલ કરી હતી. સાયબર ગુનેગારો દ્વારા અપનાવવામાં આવતી વિવિધ પદ્ધતિઓ અને કાયદાકીય જોગવાઈઓ અંગે ઉદાહરણો સાથે માહિતી આપવામાં આવી હતી. સાયબર છેતરપિંડીના કિસ્સામાં તાત્કાલિક સરકાર દ્વારા જાહેર કરાયેલા હેલ્પલાઇન નંબર પર જાણ કરી આર્થિક નુકસાન અટકાવવા અથવા ઓછું કરવા પ્રયાસ કરવા જણાવાયું હતું.
ઔદ્યોગિક વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા ઉદ્યોગકારોને સીસીટીવી કેમેરા લગાવવા તેમજ માન્યતા પ્રા સિક્યુરિટી ઍજન્સીઓના સુરક્ષાકર્મીઓ તૈનાત કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ઉદ્યોગકારોઍ ટ્રાફિક અને ડ્રગ્સ અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા, જેના જવાબમાં જિલ્લા પોલીસવડા યુવરાજસિંહ જાડેજાઍ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ગુનાખોરી અટકાવવા અને ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવતા હોવાનું જણાવ્યું હતું.
કાર્યક્રમમાં શ્ત્ખ્ના સેક્રેટરી શ્યામ વિઝન, ઉપપ્રમુખ ભગવાનભાઈ ભરવાડ, ટ્રેઝરર રત્નેશ્વર ચૌરસિયા, અગ્રણી ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ બારી, ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝના સંજયભાઈ રાજાની સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્ના હતા. અંતે શ્ત્ખ્ના ઉપપ્રમુખ ભગવાનભાઈ ભરવાડે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.