Damanganga Times.

Damanganga Times.

October 30, 2026

નગવાસમાં વેરહાઉસની આગ બાદ પર્યાવરણ સામે સંકટ!

નગવાસમાં વેરહાઉસની આગ બાદ પર્યાવરણ સામે સંકટ!


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૯ ઃ  તાલુકાના નગવાસ ગામના ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં વેરહાઉસમાં લાગેલી ભીષણ આગ બાદ હવે પર્યાવરણ અને જળસ્રોતોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. આગ પર કાબૂ મેળવવા વપરાયેલા મોટા પ્રમાણમાં પાણી સાથે ઓઈલ અને કેમિકલયુક્ત પ્રવાહી નજીકના કુદરતી વહેણ તથા નદીના પટમાં પહોંચ્યાની સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, નદીના પટમાં ઓઈલની ચાદર જોવા મળી હતી. જો આ પ્રવાહી જમીનમાં ઊતરે અથવા ભૂગર્ભ જળ સુધી પહોંચે તો નગવાસ સહિત આસપાસનાં ગામોના પાણીના સ્રોતો, ખેતી અને પશુધન માટે જોખમ ઊભું થઈ શકે છે. આ અંગે તાત્કાલિક પર્યાવરણીય તપાસ, પાણીના નમૂનાઓનું પરીક્ષણ અને પ્રદૂષણ અટકાવવાના પગલાં ભરવાની માગ ઊઠી રહી છે.
ઔદ્યોગિક વિકાસની સાથે જોખમી સામગ્રીના સંગ્રહ, અગ્નિસુરક્ષા, ગંદા પાણીના નિકાલ અને પર્યાવરણના નિયમોનું પાલન થાય છે કે નહીં, તે અંગે પણ તપાસ જરૂરી બની છે. ગામમાં કચરો ફેંકવા બદલ દંડની જોગવાઈ દર્શાવતા બોર્ડ હોય ત્યારે ઔદ્યોગિક ઍકમોમાંથી પ્રદૂષણ ફેલાવાની આશંકા હોય તો જવાબદારી કોની, તેવો સવાલ પણ ચર્ચાઈ રહ્ના છે. ઉલ્લેખનીય છે કે, ગયા ચોમાસામાં આ વિસ્તાર પૂરનાં પાણીમાં ગરકાવ થયો હોવાની સ્થાનિકો વાત કરી રહ્ના છે.
આ સંજોગોમાં વેરહાઉસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ, સંગ્રહિત માલની વિગતો અને વીમા સંબંધિત બાબતો અંગે પણ પારદર્શક તપાસ થવી જોઈઍ. જોકે, આગ ઇરાદાપૂર્વક લગાવવામાં આવી હોવાની કે વીમો મેળવવા માટે આવું કૃત્ય કરાયું હોવાની ચર્ચાને સમર્થન આપતા સત્તાવાર પુરાવા હાલ ઉપલબ્ધ નથી. હવે સવાલ ઍ છે કે નગવાસના પર્યાવરણ, ભૂગર્ભ જળ અને ખેતીની સુરક્ષા માટે તંત્ર ક્યારે સક્રિય બનશે? સંબંધિત વિભાગો દ્વારા સ્થળ તપાસ, પાણી અને માટીના નમૂનાઓનું વૈજ્ઞાનિક પરીક્ષણ તથા જવાબદારી નક્કી કરવાની કાર્યવાહી થાય તે જરૂરી છે.