Damanganga Times.

Damanganga Times.

October 29, 2026

નવસારીમાં સરસ મેળોનું ઉદ્દઘાટન

નવસારીમાં સરસ મેળોનું ઉદ્દઘાટન


નવસારી, તા.૨૮ ઃ રાજ્યના આદિજાતિ વિકાસ અને કુટિરઉદ્યોગમંત્રી નરેશભાઈ પટેલના હસ્તે નવસારીના શિરવાઈ પાર્ટી પ્લોટ ખાતે તા.૨૮ ઓક્ટોબરથી તા.૪ નવેમ્બર સુધી ચાલનારા ‘સરસ મેળો-૨૦૨૬’ને ખુલ્લો મુકાયો હતો. ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ. દ્વારા આયોજીત આ મેળામાં સખીમંડળોની બહેનો દ્વારા ઉત્પાદિત વિવિધ ગ્રામ્ય ઉત્પાદનોના -પ્રદર્શન અને વેચાણ માટે કુલ, ૪૫ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ૩૫ક્રાફટ સ્ટોલ અને ૧૦ ફૂડ સ્ટોલનો સમાવેશ થાય છે. મેળામાં નવસારીવાસીઓને મહત્તમ ખરીદી કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
  મેળામાં સખીમંડળોની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી હેન્ડીક્રાફટ, હેન્ડલૂમ, ખાદ્ય ચીજવસ્તુઓ, દીવાઓ, દિવાળી સજાવટની વસ્તુઓ, રંગોળી સામગ્રી, ગિફટ પેક સહિતની વિવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ મહિલાઓને બજારની વધુ તકો પૂરી પાડવાની સાથે તેમના ઉત્પાદનોના વેચાણમાં વધારો કરીને આવકના સાધનોને સુદૃઢ બનાવવાનો છે.
આ અવસરે નવસારી જિલ્લાના સખીમંડળોના જૂથોને ઘ્ત્જ્ સ્ટાર્ટઅપ ફંડ, લ્ણ્ઞ્ સ્ટાર્ટઅપ ફંડ, રિવોલ્વિંગ ફંડ અને કેશ ક્રેડિટ લોનની સહાયનું મંત્રી તથા મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આર્થિક સહાય અને વેચાણ માટેના પ્લેટફોર્મ થકી ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે સશક્ત, સ્વાવલંબી અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે.