Damanganga Times.

Damanganga Times.

October 29, 2026

વાપી સ્ટેશન રોડ પહોળો કરવાની જરૂર

વાપી સ્ટેશન રોડ પહોળો કરવાની જરૂર


વાપી રેલ્વે સ્ટેશન પડ્ઢિમ વિસ્તારમાં સરદાર પટેલ સર્કલથી રેલ્વે સ્ટેશન ને જોડતો રોડ ઘણો સાંકડો છે અહીં રસ્તાની બંને તરફ કોમર્શિયલ દુકાનો છે, કેટલીક હોટેલ રેસ્ટોરન્ટો છે અહીં સમ ખાવા પૂરતું ર્પાકિંગ નથી, થોડા સમય પહેલાં અહીં ઍક જાણીતી રેસ્ટોરન્ટ આખી નવી બનાવવામાં આવી ત્યાં પણ ર્પાકિંગ ની કોઈ વ્યવસ્થા ન કરાઈ, રોજ સેંકડો સ્કૂટરો રોડને લાગી પાર્ક થયેલા રહે છે તેવામાં પિક અવર્સમાં ટ્રાફિક જામની ભરમાર લાગી જાય છે ખાસ કરીને બેફામ રિક્ષા ચાલકોને કારણે જેઓ પેસેન્જર ભરવાં અહીં રોડ પર અડિંગો જમાવી રાખે છે માટે આ રોડ ને મનપા તંત્ર દ્વારા પહોળો કરવાની તાતી જરૂર છે. ઍવી હાલત સ્ટેશન ને જોડતા જુના ફાટક સુધીના મહાત્મા ગાંધી રોડ ની છે. આ સાંકડા રોડ ઉપર અડધો અડધ માર્ગ રિક્ષા ચાલકો કબજો જમાવી બેસે છે. અહીં રિક્ષાની લાંબી  કાતર રોજ જોવા મળે છે જેને લઈ ટ્રાફિક જામ પણ સમયાંતરે સર્જાતો રહે છે. તંત્ર દ્વારા આ રોડને વન વે જાહેર કરવાની જરૂર વર્તાય છે. સાથેજ પોલીસ તંત્ર દ્વારા વાપી સ્ટેશન વિસ્તારની બહાર અને મુખ્ય માર્ગ ઉપર પેસેન્જર રિક્ષાઓ પર નિયંત્ર રાખવા ચોક્કસ સંખ્યા સાથે રિક્ષા સ્ટેન્ડ જાહેર કરી તેનો અમલ કરવામાં આવે તો અહીં ની ટ્રાફિક જામની સમસ્યા ઘણાં અંશે ઉકેલી શકાય તેમ છે.