Damanganga Times.

Damanganga Times.

October 29, 2026

વાપી સ્ટેશન પર ઞ્ય્ભ્ની કાયમી ચોકીના અભાવે સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં અનેક અડચણો

વાપી સ્ટેશન પર ઞ્ય્ભ્ની કાયમી ચોકીના અભાવે સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં અનેક અડચણો


(મુકુંદ સોની દ્વારા)
વાપી, તા.૨૮ ઃ પડ્ઢિમ રેલ્વેના વાપી સ્ટેશન પર ગુજરાત રેલ્વે પોલીસ (ઞ્ય્ભ્) માટે કોઈ સ્થાઈ ચોકી નથી. રોજ સરેરાશ ૫૫ હજાર મુસાફરોની અવરજવર ધરાવતા આ મહત્વના સ્ટેશન પર પ્લેટફોર્મના ઍન્ટ્રી પાસે વ્યવસ્થિત કાયમી ચોકી માટે જગ્યાના અભાવે મુશ્કેલીઓ સર્જાય રહી છે.
વાપી સ્ટેશન ખુદ વાપી ઔદ્યોગિક વિસ્તાર તેમજ સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીનું પ્રવેશદ્વાર ગણાય છે. અહીંથી દરરોજ હજારો કામદારો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને લાંબા અંતરના મુસાફરો મુસાફરી કરે છે.  સુપરફાસ્ટ, મેમુ અને પેસેન્જર ટ્રેનોના સ્ટોપેજને કારણે ભીડ સતત રહે છે.  ઉપરાંત સમયાંતરે સાંસદો,ધારાસભ્યો કે ગવર્નર જેવાં વી વીઆઇપી આવતાં જતાં હોય  ત્યારે પડ્ઢિમ રેલ્વેના ઍ ગ્રેડ નો દરજ્જો ધરાવતા સુરત બાદ સૌથી વધુ આવક રેલ્વે તંત્રને રળી આપતાં આ સ્ટેશન પર આવી સ્થિતિમાં રેલ્વે પોલીસની હાજરી ગુનાખોરી અટકાવવા અને તાત્કાલિક મદદ માટે જરૂરી છે, પરંતુ હાલ ઞ્ય્ભ્નો સ્ટાફ કામચલાઉ વ્યવસ્થાથી કામ ચલાવી રહ્ના છે. જોકે સ્ટેશનના પૂર્વમાં દક્ષિણ છેડે યાર્ડ વિસ્તારમાં ૨ માળનું જીઆરપીનું અલાયદુ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે પરંતુ આ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની ખરી કામગીરી તો પ્લેટફોર્મ ઉપર જ હોય છે. અહીં પ્લેટફોર્મ નંબર ૧ ઉપર દક્ષિણ છેડે ૧૦ બાય ૧૦ ની બે હંગામી કેબિન ફાળવવામાં આવી છે જેમાં ડી સ્ટાફ સહિતના પોલીસ કર્મીઓ ને બેસવાની પણ સંકડાશ પડે છે તેવામાં આરોપીઓને સામાન સાથે આવી કેબિનમાં લઈ જઈ પૂછપરછ કરવામાં ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે.
બીજી મહત્વની સમસ્યા સ્ટાફની અછતની છે. ઉમરગામથી પારડી સુધીના ૪૮ કિલોમીટરના વિશાળ વિસ્તાર માટે ગુજરાત રેલ્વે પોલીસ સ્ટેશન વાપીથી કામ કરે છે. આ ઍકમમાં ૬૬ પોલીસ કર્મીઓનું મંજૂર મહેકમ છે, જેની સામે હાલ માત્ર ૪૬ કર્મીઓનો સ્ટાફ ફરજ બજાવે છે. જેમાં પણ ૮ જેટલી મહિલા પોલીસ કર્મી છે જેમનો પીઍસ ઓ, રાઇટર તેમજ કસ્ટડિયન આરોપીઓને સાચવવા કેટલોક સ્ટાફ પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવે છે. હજુ મંજૂર મહેકમમાં  ૨૦ જગ્યા ખાલી છે. આટલા મોટા વિસ્તારમાં પેટ્રોલિંગ, ચેકિંગ અને ફરિયાદોના નિકાલ માટે આ સ્ટાફ ઘણો ઓછો પડે છે.રેલ્વે વિસ્તારમાં થતી ગુનાખોરી, મોબાઈલ-દાગીનાની ચોરી, મહિલાઓ સામેના બનાવો, ટ્રેનમાં મુસાફરોની ભીડનો લાભ લઈ થતી ચોરીઓ, તેમજ અકસ્માતે મોત અને આત્મહત્યાના બનાવોની તપાસ, દારૂબંધીના કેસમાં દારૂ પકડવો અને તેનો અમલ કરાવવો જેવી કામગીરી ઞ્ય્ભ્ કરે છે. આ બધી કામગીરી માટે પૂરતી સુવિધા, વાહન, કાયમી ચોકી અને વધારાનો સ્ટાફ અનિવાર્ય છે.
રેલ્વે સૂત્રો કહે છે કે જો વાપી સ્ટેશન પર પ્લેટફોર્મના મુખ્ય પ્રવેશદ્વાર પાસે કાયમી ચોકી માટે જગ્યા ફાળવવામાં આવે તો ૨૪ કલાક પોલીસ હાજરી શક્ય બને. તેનાથી ગુનાખોરી પર અંકુશ આવશે, મુસાફરોને સુરક્ષાની લાગણી થશે અને કટોકટી સમયે તાત્કાલિક પ્રતિસાદ મળશે. હવે રેલ્વે તંત્ર અને ગૃહ વિભાગ આ માંગ પર ક્યારે ધ્યાન આપે છે તે જોવાનું રહ્નાં.