વાપીમાં સ્વદેશી મેળાનો શુભારંભઃ ૦૬ નવેમ્બર સુધી ચાલશે
- byDamanganga Times
- 29 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૮ ઃ વાપી મહાનગરપાલિકા અને ગુજરાત શહેરી આજીવિકા મિશન (ઞ્શ્ન્પ્) દ્વારા આયોજિત સ્વદેશી મેળાનો આજથી ૨૮ ઓક્ટોબરથી શુભારંભ મહાનગર પાલિકા મેયર દિક્ષા બેન પટેલ હસ્તે કરવામાં આવ્યો હતો. આ મેળો આગામી તા. ૬ નવેમ્બર સુધી ચાલશે. મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક મહિલા સ્વ-સહાય જૂથો (લ્ણ્ઞ્) દ્વારા બનાવવામાં આવતી સ્વદેશી ચીજવસ્તુઓને બજાર પૂરું પાડવાનો અને વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવાનો છે. મેળામાં દિવાળીના તહેવારને અનુરૂપ હેન્ડમેડ દીવડા, તોરણ, ચણિયા-ચોલી, હોમ ડેકોર, ખાદીના કપડાં સહિતની અનેક સ્વદેશી પ્રોડક્ટ્સનું વેચાણ કરવામાં આવી રહ્નાં છે. આયોજકોના જણાવ્યા અનુસાર મેળામાં માત્ર શોપિંગ જ નહીં, પરંતુ કલ્ચર, ફૂડ અને ઍન્ટરટેઈનમેન્ટનો પણ સંગમ જોવા મળશે. દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકનૃત્ય અને ગાયનનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ વિવિધ વાનગીઓના ફૂડ સ્ટોલ પણ નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. દિવાળીના તહેવાર ટાણે આયોજિત આ સ્વદેશી મેળાને વાપીવાસીઓનો સારો પ્રતિસાદ મળે તેવી અપેક્ષા છે. આ પ્રસંગે કમિશનર ઍન ઍફ ચૌધરી, ડેપ્યુટી કમિશનર કિરીટ સિંહ રાણા, મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીશ પટેલ, ડેપ્યુટી મેયર મિતેશ દેસાઈ, ભાજપ પ્રમુખ મનીષ દેસાઈ, કાઉન્સીલર ભાવલેશભાઈ કોટડીયા, દેવલબેન દેસાઈ, મિતલબેન નંદાણીયા વિગેરે ઉપસ્થિતિ રહ્નાં. મેળાને સફળ બનાવવા મનપા જનસંપર્ક અધિકારી રામચંદ્ર દેસાઈ સહિત પાલિકાની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
