Damanganga Times.

Damanganga Times.

October 29, 2026

વાપીમાં દિવાળી પહેલાં બગડેલા રસ્તાઅોનું પેચવર્ક જારશોરથી શરુ

વાપીમાં દિવાળી પહેલાં બગડેલા રસ્તાઅોનું પેચવર્ક જારશોરથી શરુ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૮ ઃ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી વાપી નગરપાલિકાઍ શહેરભરના ઉબડ-ખાબડ રસ્તાઓના સમારકામની કામગીરી શરૂ કરી છે, જેનાથી શહેરીજનોને રાહત મળી છે.
ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે વાપીના ૧૨ ગામ સહિતના વિસ્તાર સહિત અનેક મુખ્ય અને આંતરિક માર્ગો પર  ખાડા પડી ગયા હતા. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી પડી રહી હતી, અકસ્માતોનો ભય પણ વધી ગયો હતો.
નાગરિકોની રજૂઆત અને તહેવારોમાં ભીડ વધવાની શક્યતાને ધ્યાને લઈ મનપા કમિશનરની સૂચનાથી ઍન્જિનિયરિંગ શાખાઍ તાત્કાલિક પેચવર્કની કામગીરી હાથ ધરી છે. હાલમાં મેન્યુઅલ અને મશીનરી દ્વારા ડામર પેચવર્ક કરી ખાડાઓ પુરવામાં આવી રહ્ના છે.
મનપાના અધિકારીઓના જણાવ્યા અનુસાર દિવાળી પહેલા તમામ મુખ્ય માર્ગો ખાડામુક્ત કરવાનો લક્ષ્યાંક છે, જેથી તહેવારમાં બહારથી આવતા મહેમાનો અને ખરીદી માટે નીકળતા લોકોને ટ્રાફિકમાં મુશ્કેલી ન પડે. સ્થાનિકોમાં આ કામગીરીને આવકારવામાં આવી છે.