વીઆઈઍમાં અવેરનેસ સેમિનાર યોજાયો
- byDamanganga Times
- 29 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૮ ઃ ડાયરેક્ટોરેટ ઓફ બોઈલર્સ, લેબર, સ્કિલ ડેવલોપમેન્ટ ઍન્ડ ઍમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાત સ્ટેટ સુરત રિજનના વાપી ડિવિઝન દ્વારા વાપી ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન (સ્ત્ખ્) ના સહયોગથી આજ રોજ વાપી ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન ખાતે બોઈલર ઓપરેશન, મેન્ટેનન્સ અને સેફટી વિષય પર ઍક અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત રિજિયનના નાયબ નિયામક પી. ઍ. વ્યાસ, મદદનીશ નિયામક અશ્વિન વૈષ્ણવ, કે.બી. પરમાર અને આર. ઍમ નિશરતા વગેરે હાજર રહી બોઇલરના કમ્પ્લાયન્સ, ઓપરેશન, મેન્ટેનન્સ, વોટર કેમેસ્ટ્રી તેમજ ઉદ્યોગોમાં બોઇલર સંબંધી અકસ્માત કેવી રીતે નિવારી શકાય જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી બોઇલર ઓપરેટરો તેમજ ઍન્જિનિરો ને સાચી સમજણ આપી હતી. આ સેમિનારમાં સ્ત્ખ્ ના પ્રમુખ સતિષભાઈ પટેલ, ઉપપ્રમુખ મગનભાઈ સાવલિયા અને જિલ્લા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય (ઝ઼ત્લ્ણ્) ના નાયબ નિયામક ઍમ.સી. ગોહિલે હાજર રહી ઉપસ્થિત ઉદ્યોગકાર મિત્રોનો ઉત્સાહ વધાર્યો હતો. આ અવેરનેસ સેમિનારમાં વાપી, સરીગામ અને વલસાડના ઔદ્યોગિક ઍકમો માંથી કુલ ૧૪૦ જેટલા પાર્ટિસિપેન્ટોઍ ભાગ લીધો હતો.
