પાથરી મંડપ ડેકોરેશનના બંધ ગોડાઉનમાં આગ લાગી
- byDamanganga Times
- 29 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૮ ઃ વલસાડ તાલુકાના પાથરીગામે અતુલ ફળિયામાં આવેલા જલારામ મંદિર સામે સ્થિત ઍક મંડપ ડેકોરેશન અને કેટરર્સના બંધ ગોડાઉનમાં આજરોજ સવારે ૭ઃ૩૦ કલાકે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્નાં છે. ઘટનાની જાણ થતાં જ પાથરી ગામના સરપંચ અશોકભાઈ પટેલ તેમજ ડેપ્યુટી સરપંચ આશિષભાઈ પટેલ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં સ્થાનિક અગ્રણીઓ દ્વારા તાબડતોબ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. કોલ મળતાની સાથે જ વલસાડ નગરપાલિકા, અતુલ બાલાજી અને પારડી નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોઍ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં બંધ ગોડાઉનમાં રહેલો મંડપ ડેકોરેશન તેમજ કેટરર્સનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઍટલું જ નહીં, આગની તીવ્રતા ઍટલી વધુ હતી કે બાજુમાં આવેલા ઍક રહેણાંક મકાનને પણ તેની ઝપેટમાં લઈ લીધું હતું, જેના કારણે તે મકાનમાં પણ ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આગ પર સમયસર કાબૂ મેળવી લેવાતાં મોટી જાનહાનિ ટળી હતી.
