Damanganga Times.

Damanganga Times.

October 28, 2026

વાપીની આર.ઍસ. ઝુનઝુનવાલા સ્કુલમાં ગરબા મહોત્સવ ઉજવાયો

વાપીની આર.ઍસ. ઝુનઝુનવાલા સ્કુલમાં ગરબા મહોત્સવ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ વાપીની આર.ઍસ. ઝુનઝુનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વર્ષ ૨૦૨૬ના રંગતાળી ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હરિયાપાર્ક ખાતે પ્રિ-ાઇમરી સ્કૂલના બ્રોશરનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી નિલેશભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, વલસાડનાં રાજેશ્રીબેન ટંડેલ પ્રમુખસ્થાને ઉપસ્થિત રહ્નાં હતાં. જ્યારે વાપી મહાનગરપાલિકાનાં મેયર દક્ષાબેન પટેલ, ડૉ. ચિંતન પટેલ અને નયન અંજારા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્ના હતા.
ગુજરાતના પ્રસિદ્ધ ગરબા ગાયક હિમલ પટેલ અને તેમની ટીમે મનમોહક ગરબાની પ્રસ્તુતિ કરીને સમગ્ર વાતાવરણને ગરબામય બનાવી દીધું હતું. શાળાના વિદ્યાર્થીઓ, આમંત્રિત ગરબા વૃંદ અને વાલીઓઍ ઉત્સાહભેર ગરબે ઘૂમીને ઉત્સવનો આનંદ માણ્યો હતો.
ગરબાની રમઝટથી કાર્યક્રમમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી નિલેશભાઈ રાઠોડ, ટ્રસ્ટી પાયલ રાઠોડ, ટ્રસ્ટી ટિશા વાડીવાલા, રોનક વાડીવાલા, વિનય વાડીવાલા, કલ્પનાબેન વાડીવાલા, શાળાનાં આચાર્યા સુચિતા ચારી અને ઉપાચાર્યા રીટા ત્રિપાઠી સહિત શાળા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્ના હતા.
ગરબા મહોત્સવ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ગરબા કલાકારોને વિવિધ પુરસ્કારો ઍનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
બાળકોને શિક્ષણની સાથે ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક ભાવના, પરંપરા અને સંસ્કારોનું જ્ઞાન મળે તેવા હેતુથી આયોજિત આ કાર્યક્રમ સૌના સહયોગથી સફળ રહ્ના હતો.