Damanganga Times.

Damanganga Times.

October 28, 2026

કપરાડાના બારપુડા અને વાવર ગામે ગુજરાત વિદ્યાપીઠની પોષણ યાત્રા પહોંચી

કપરાડાના બારપુડા અને વાવર ગામે ગુજરાત વિદ્યાપીઠની પોષણ યાત્રા પહોંચી


વલસાડ, તા.૨૭ ઃ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજિત પોષણ યાત્રા અંતર્ગત વિદ્યાપીઠની ટીમ કપરાડા તાલુકાના વાવર અને બારપુડા ગામે આવી પહોંચી છે. આ ટીમ સાત દિવસ સુધી તાલુકાનાં વિવિધ ગામોમાં આવેલી આંગણવાડીઓ અને શાળાઓની મુલાકાત લઈ બાળકોમાં પોષણ અંગે જાગૃતિ ફેલાવશે. આ યાત્રા અંતર્ગત બાળકોના આરોગ્ય, યોગ્ય આહાર અને સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા દર વર્ષે અલગ-અલગ સામાજિક વિષયોને કેન્દ્રમાં રાખીને ગુજરાતનાં ગ્રામ્ય વિસ્તારોમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ પોષણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત વિદ્યાપીઠના હજારો વિદ્યાર્થીઓ રાજ્યના વિવિધ વિસ્તારોમાં જઈને પોષણ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્ના છે.
પોષણ યાત્રાનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોના પોષણ અને આરોગ્ય અંગે સમજ કેળવવાનો તેમજ તેમના સર્વાંગી વિકાસમાં યોગ્ય આહારની ભૂમિકા વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આ ઉપરાંત, આંગણવાડી કેન્દ્રોની કામગીરીને નજીકથી સમજવી અને બાળકોના પોષણ તથા પ્રારંભિક વિકાસ માટે કરવામાં આવતા પ્રયાસોની જાણકારી મેળવવી પણ યાત્રાનો મહત્ત્વનો હેતુ છે. યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી પોષણના વિષયને વ્યવહારુ રીતે સમજવાનો પ્રયાસ કરી રહ્ના છે. આંગણવાડી કાર્યકરો દ્વારા બાળકોના પોષણ, આરોગ્ય અને પ્રારંભિક શિક્ષણ માટે કરવામાં આવતી કામગીરી વિશે પણ વિદ્યાર્થીઓ માહિતી મેળવી રહ્ના છે. આ પ્રવૃત્તિઓના માધ્યમથી બાળકોમાં પોષણ અંગે જાગૃતિ કેળવવાની સાથે ગ્રામ્ય સમાજની જરૂરિયાતો અને પડકારોને સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્ના છે.
કપરાડા તાલુકામાં પોષણ યાત્રાની ટીમ દ્વારા વાવર, સુથારપાડા અને બારપુડા સહિતનાં ગામોની આંગણવાડીઓ અને શાળાઓની મુલાકાત લેવામાં આવી છે. આગામી ૩૧ ઓક્ટોબર સુધી તાલુકાનાં વિવિધ ગામોમાં મુલાકાતો યોજી પોષણ અને બાળવિકાસ અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે.ગૂજરાત વિદ્યાપીઠની પદયાત્રા માત્ર ચાલીને ગામડાં સુધી પહોંચવાની પ્રવૃત્તિ નથી, પરંતુ વિદ્યાર્થીઓ માટે સમાજને નજીકથી સમજવાની તક પણ છે. વિદ્યાપીઠની ગ્રામજીવન પદયાત્રાની પરંપરા વિદ્યાર્થીઓને ગ્રામ્ય જીવન અને સામાજિક પ્રશ્નો સાથે જોડે છે. પોષણ યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓને ગ્રામ્ય પરિવારોની જીવનશૈલી, ખાદ્ય આદતો, આરોગ્ય અંગેની માન્યતાઓ અને પોષણ સંબંધિત પડકારોને સમજવાની તક મળી છે. આ અનુભવ તેમના અભ્યાસને વ્યવહારુ જ્ઞાન સાથે જોડે છે અને સમાજસેવાની ભાવનાને મજબૂત બનાવે છે. મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના શૈક્ષણિક અભિગમમાં ગ્રામજીવન, સ્વાવલંબન, સામાજિક જવાબદારી અને માનવસેવા જેવા મૂલ્યોનું વિશેષ સ્થાન છે.પોષણ યાત્રાની થીમને આ મૂલ્યો સાથે જોડીને જોઈઍ તો સ્વસ્થ સમાજના નિર્માણમાં લોકોની ભાગીદારી, સ્થાનિક સંસાધનોનો ઉપયોગ અને લોકોમાં જાગૃતિનું મહત્ત્વ સ્પષ્ટ થાય છે.