Damanganga Times.

Damanganga Times.

October 28, 2026

ઉમરસાડી માછીવાડમાં શરદ પૂનમ મહોત્સવ ઉજવાયો

ઉમરસાડી માછીવાડમાં શરદ પૂનમ મહોત્સવ ઉજવાયો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૭ ઃ પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામમાં શરદ પૂનમ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી માછી મહાજન પંચ ઉમરસાડી માછીવાડ સંચાલિત શ્રી  ન્યુ વિજય સ્ટ્રીટ આયોજિત ઉમરસાડી માછીવાડ વિવિધ સેવા સહકારી મંડળીના ચોગાનમાં  શરદ પૂનમ મહોત્સવ નિમિત્તે સરગમ મ્યુઝિકલ ગૃપના સથવારે રાસ ગરબાની રમઝટમાં ગ્રામજનો મન મૂકીને ઝુમતા નજરે પડ્યાં હતાં. આ મહોત્સવમાં માછી મહાજન પંચના પ્રમુખ ક્રિષ્નાભાઈ વી. ટંડેલ, ઉપપ્રમુખ પ્રવિણભાઈ ડી. ટંડેલ, અશોકભાઈ ટંડેલ, જગદીશ મિસ્ત્રી, દલપતભાઈ ટંડેલ તથા મંદિર કમિટીના પ્રમુખ રામચંદ્રભાઈ ટંડેલ, હિતેશભાઈ ટંડેલ તથા અન્ય હોદ્દેદાર ગામના સરપંચ  ખુશ્બુબેન ટંડેલ, પ્રજ્ઞાબેન ટંડેલ, મેમ્બર્સભાઈઓ, મહિલા મંડળ, ગામના આગેવાનો, વડીલબંધુઓ, નવયુવાનો, માતાઓબહેનો તથા નાના બાળકો ઉપસ્થિતિ રહ્નાં હતાં. દર વર્ષની જેમ આ વર્ષે પણ વંશપરંપરાગત મુજબ વર્ષો જૂની પરંપરા મુજબ શરદ પૂનમ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં  ભાગ લઈ ગામજનો આનંદ વિભોર જોવા મળ્યા હતા.
આ રીતે સમગ્ર ભાવિક ભક્તજનો મહોત્સવનો હિસ્સો બની ધન્યતા અનુભવી રહ્ના હતા. અંતે બરાબર રાત્રે ૧૨ કલાકે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પૂજારીના વરદ હસ્તે ઠાકોરજી તથા માતાજીની આરતી ઉતારવામાં આવી હતી. ઉપસ્થિત ભક્તજનો આરતી અને પૌવાની પ્રસાદ લઈ ઘર તરફ પલાયન થયા હતા. આ કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી શ્રી ન્યુ વિજય સ્ટ્રીટના સીરે હતી. આખું ફળિયુ સખત મહેનત કરતા નજરે પડ્યા હતા. નવા ફળિયાના સહિયારા પ્રયાસો થકી આ કાર્યક્રમ સફળ નિવડ્યો હતો.