Damanganga Times.

Damanganga Times.

October 28, 2026

અમલસાડની બોકડિયા ખાડીમાં પ્લાસ્ટિક વેસ્ટ નાંખતા લોકોમાં રોષ

અમલસાડની બોકડિયા ખાડીમાં પ્લાસ્ટિક વેસ્ટ નાંખતા લોકોમાં રોષ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા. ૨૭ ઃ ગણદેવી-અમલસાડ માર્ગ પર આવેલી બોકડિયા ખાડીના કિનારે ગેરકાયદે પ્લાસ્ટિક વેસ્ટ ઠાલવવાની ઘટનાઍ જાણે હેટ્રિક નોંધાવી છે. સોમવાર સાંજે અજાણ્યા વાહનમાં પ્લાસ્ટિક વેસ્ટનો જથ્થો લાવી ફરીથી કચરો ઠાલવવામાં આવતાં સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. સતત ત્રીજી વખત બનેલી આ ઘટના છતાં તંત્રની અસરકારક કાર્યવાહીનો અભાવ જોવા મળતાં પાલિકા અને પોલીસની કામગીરી સામે સવાલો ઊઠ્યા છે.
બોકડિયા ખાડીનો જળપ્રવાહ અંબિકા નદીમાં ભળતો હોવાથી પ્લાસ્ટિકનો કચરો નદી અને દેવધા ડેમના જળસ્ત્રોતોને પ્રદૂષિત કરવાનું જોખમ ઊભું કરી શકે છે. ઉપરાંત ખાડીના કુદરતી જળપ્રવાહમાં અવરોધ સર્જાવાની ભીતિ પણ છે. અંબિકા નદી બચાવો સમિતિ દ્વારા અગાઉ રજૂઆતો કરવા છતાં આવી ઘટનાઓ અટકતી ન હોવાના આક્ષેપો થઈ રહ્ના છે. ગણદેવી-અમલસાડ માર્ગ પરના સીસીટીવી કેમેરાનાં ફૂટેજ તપાસી કચરો ઠાલવનાર વાહન અને જવાબદાર ઈસમોની ઓળખ કરવામાં આવે તથા તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઊઠી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પાલિકા અને પોલીસ તંત્ર તાત્કાલિક પગલાં ભરી સ્થળની દેખરેખ વધારે તે જરૂરી બન્યું છે. જાહેર જળસ્ત્રોતને પોતાની ખાનગી કચરાપેટી સમજી ગંદકી ફેલાવનારાઓ સામે તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે, તેવો સવાલ સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્ના છે.