Damanganga Times.

Damanganga Times.

October 28, 2026

સેલવાસમાં હંગામી દુકાનો શરૂ કરવા પાલિકાઍ અરજીઅો મંગાવી

સેલવાસમાં હંગામી દુકાનો શરૂ કરવા પાલિકાઍ અરજીઅો મંગાવી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા.૨૭ ઃ  દીપાવળીના તહેવાર દરમિયાન દીવા, ફૂલો, સુશોભનની લાઇટો અને સંબંધિત સામગ્રીનું વેચાણ કરવા ઇચ્છતા કામચલાઉ વેપારીઓઍ સિલવાસા નગરપાલિકા સમક્ષ અરજી કરવાની રહેશે. નગરપાલિકાઍ આ અંગે પરિપત્ર જાહેર કરીને બહુમાળી રોડ પર વેચાણ માટે જગ્યા મેળવવા ઇચ્છુક વેપારીઓ પાસેથી જરૂરી વિગતો સાથે અરજીઓ મંગાવી છે. પરિપત્ર મુજબ, વેપારીઓઍ અરજીમાં વેચાણના દિવસો, દુકાન શરૂ અને બંધ કરવાનો સમય તેમજ વેચાણની શરૂઆત અને અંતિમ તારીખ સ્પષ્ટ દર્શાવવાની રહેશે. બહુમાળી રોડ પર દરેક વેપારીને વધુમાં વધુ છ ફૂટ જગ્યા ફાળવવામાં આવશે. ફાળવેલી જગ્યા સિવાય અન્ય સ્થળે સામાન મૂકવા, દબાણ કરવા કે રસ્તા પર અવરોધ ઊભો કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. અરજીમાં વેપારીનું નામ, મોબાઇલ નંબર, વેચાણ કરવાની સામગ્રી, જરૂરી દિવસોની સંખ્યા તથા વેચાણની તારીખ અને સમયનો ઉલ્લેખ કરવો ફરજિયાત છે. દીપાવળી દરમિયાન બજારમાં વ્યવસ્થા જાળવવા, નાગરિકોને સુવિધા આપવા અને વાહનવ્યવહાર સરળ રહે તે હેતુથી આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.