Damanganga Times.

Damanganga Times.

October 28, 2026

વિયેતનામથી વિદેશમાં મુડી રોકાણ માટે કનુભાઈ દેસાઈની સફળ મુલાકાત

વિયેતનામથી વિદેશમાં મુડી રોકાણ માટે કનુભાઈ દેસાઈની સફળ મુલાકાત


વાપી, તા.૨૭ ઃ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ અને વૈશ્વિક રોકાણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારના પ્રયાસો તેજ બન્યા છે. આ દિશામાં વિંગ્રુપ ઍશિયાના ઘ્ચ્બ્ ફામ સાન્હ ચાઉ સાથે નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભારતમાં વિંગ્રુપની હાલની કામગીરીની સમીક્ષા ઉપરાંત ગુજરાતમાં ભવિષ્યમાં રોકાણ અને વ્યાપારિક વિસ્તરણની નવી સંભાવનાઓ પર વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. ખાસ કરીને ઓટોમોબાઈલ, પ્રવાસન, રિયલ ઍસ્ટેટ અને શિક્ષણ ક્ષેત્રોમાં સહયોગની તકો અંગે ચર્ચા થઈ હતી.
વિંગ્રુપ વિયેતનામનું સૌથી મોટું ખાનગી સમૂહ છે અને તેની ઓટોમોબાઈલ કંપની સ્જ્ઞ્ઁર્જ્ીસ્ન્દ્દ મુખ્યત્વે ઇલેક્ટ્રિક વાહનો બનાવે છે. સ્જ્ઞ્ઁર્જ્ીસ્ન્દ્દ ૨૦૧૭માં સ્થપાયું હતું અને ૨૦૨૨થી સંપૂર્ણ ચ્સ્ કંપની બની છે. કંપનીનું મુખ્ય પ્લાન્ટ વિયેતનામના હાઈ ફોંગ નજીક કેટ હાઈ ટાપુ પર છે, જેની વાર્ષિક ક્ષમતા આશરે ૩ લાખ ચ્સ્ છે. કંપની કાર ઉપરાંત ઇલેક્ટ્રિક સ્કૂટર, બસ, બેટરી અને ર્ચાજિંગ નેટવર્ક પણ વિકસાવે છે.
સ્જ્ઞ્ઁર્જ્ીસ્ન્દ્દ ભારતમાં સપ્ટેમ્બર ૨૦૨૫થી કારોબાર કરે છે અને તમિલનાડુના થૂતુકુડીમાં ઍસેમ્બલી પ્લાન્ટ ચલાવે છે. ભારતમાં તેના મુખ્ય મોડલ સ્જ્ ૬, સ્જ્ ૭, પ્ભ્સ્ ૭ અને ન્જ્ઞ્ૃં ઞ્શ્વફૂફૂઁ છે, જેના ભાવ રૂ.૧૮.૧૯ લાખથી શરૂ થાય છે. બેઠકમાં ગુજરાતના મજબૂત ઔદ્યોગિક માળખા, બંદરો, લોજિસ્ટિક્સ અને વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ હેઠળની રોકાણલક્ષી તકો અંગે પ્રકાશ પાડવામાં આવ્યો હતો. રાજ્ય સરકારનો ઉદ્દેશ માત્ર રોકાણ જ નહીં, પરંતુ રોજગારી, ટેક્નોલોજી ટ્રાન્સફર અને કૌશલ્ય વિકાસનો પણ છે. આ પ્રસંગે ફામ સાન્હ ચાઉને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૭માં ભાગ લેવા આમંત્રણ અપાયું હતું.