Damanganga Times.

Damanganga Times.

October 28, 2026

મગોદમાં ઍસટી બસની સુવિધાના અભાવે ગ્રામજનોને હાલાકી

મગોદમાં ઍસટી બસની સુવિધાના અભાવે ગ્રામજનોને હાલાકી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૭ ઃ વલસાડ તાલુકાના મગોદ ગામમાં લાંબા સમયથી પૂરતા વાહનો કે સરકારી ઍસટી બસની વ્યવસ્થા ન હોવાથી સ્થાનિક ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્ના છે.  સમસ્યાથી ત્રસ્ત થયેલી ગામની મહિલાઓઍ   રજૂઆતનો માર્ગ અપનાવી તંત્ર સમક્ષ અવાજ ઉઠાવ્યો છે. વલસાડ તાલુકા ના મગોદ ગામથી વલસાડ શહેર તરફ દરરોજ ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતી શ્રમિક મહિલાઓ, શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગ મોટા પ્રમાણમાં અવરજવર કરે છે. વાહનોની પૂરતી સુવિધા ન હોવાથી મુસાફરોને વાહનની રાહ જોવામાં જ બે-બે કલાક સુધી ઊભા રહેવું પડે છે, જેના કારણે નોકરી-ધંધા અને અભ્યાસના સ્થળે પહોંચવામાં ભારે વિલંબ થાય છે. આ રોજિંદી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવવા માટે મગોદ ગામની મહિલાઓનું ઍક પ્રતિનિધિમંડળ વલસાડ ઍસટી બસ સ્ટેશન માં પહોંચ્યું હતું. મહિલાઓઍ બસ સ્ટેશન મેનેજરને રૂબરૂ મળી ગામમાં વહેલી તકે નિયમિત બસ સેવા શરૂ કરવાની માંગ સાથે લેખિત-મૌખિક રજૂઆત કરી હતી. મહિલાઓની રજૂઆત સાંભળી બસ સ્ટેશન મેનેજરે હકારાત્મક વલણ દાખવી સંબંધિત રૂટ પર ટૂંક સમયમાં બસની વ્યવસ્થા ઊભી કરી આપવાની ખાતરી આપી હતી. જોકે, તંત્ર દ્વારા અપાયેલું આ આશ્વાસન ક્યારે અમલમાં આવે છે અને મગોદ ગામના લોકોને ક્યારે બસ સેવાનો લાભ મળશે કે પછી ઍમ જ આ મહિનાઓઍ ખાનગી વાહનોમાં જવાની ફરજ પડશે.