Damanganga Times.

Damanganga Times.

October 28, 2026

વાપી પંથકમાં ઍક જ દિવસમાં ત્રણ ઋતુનો અહેસાસ

વાપી પંથકમાં ઍક જ દિવસમાં ત્રણ ઋતુનો અહેસાસ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં હવામાનમાં ધીમે ધીમે બદલાવ જોવા મળી રહ્ના છે. ચોમાસાની વિદાય બાદ દિવાળીના તહેવાર પહેલાં જ શિયાળાની શરૂઆત થઈ હોય તેવો અહેસાસ થઈ રહ્ના છે. છેલ્લા બે દિવસથી વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્ના છે, જ્યારે બપોરના સમયે ગરમીનો પારો ચઢતાં લોકોને ગરમીનો સામનો કરવો પડી રહ્ના છે. બીજી તરફ, રાત્રિના સમયે ભારે ગરમી અને બફારાને કારણે લોકો પરેશાન થઈ રહ્ના છે. વાતાવરણમાં થઈ રહેલા આ બદલાવને કારણે વાપી પંથકના લોકોને ઍક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્ના છે. વહેલી સવારે ઠંડક, બપોરે આકરી ગરમી અને રાત્રે બફારાભર્યા વાતાવરણને કારણે ઋતુચક્રમાં ફેરફાર જોવા મળી રહ્ના છે.
હજુ તો શિયાળાની શરૂઆત થઈ નથી ત્યાં જ દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થતાં લોકોમાં વાતાવરણના બદલાતા મિજાજ અંગે ચિંતા જોવા મળી રહી છે. દિવાળીના તહેવારના માહોલ વચ્ચે હવામાનમાં જોવા મળતા આ ઉતાર-ચઢાવને કારણે લોકો પણ અસમંજસમાં મુકાયા છે.