Damanganga Times.

Damanganga Times.

October 27, 2026

પારડીમાં પોલીસે ૩૪ મોબાઈલો મૂળ માલિકને પરત કર્યા

પારડીમાં પોલીસે ૩૪ મોબાઈલો મૂળ માલિકને પરત કર્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૬ ઃ પારડી પોલીસ દ્વારા નાગરિકોના ખોવાયેલાપડી ગયેલા અને ચોરી થયેલા મોબાઇલ ફોન શોધી કાઢવાની સરાહનીય કામગીરી કરવામાં આવી છે. પોલીસ દ્વારા સીઈઆઈઆર ઘ્ચ્ત્ય્ પોર્ટલ અને ટેકનિકલ વિશ્લેષણની મદદથી અલગ-અલગ કંપનીના કુલ ૩૪ મોબાઇલ ફોન, જેની કિંમત આશરે રૂ. ૭,૧૬,૮૯૩ થાય છે, શોધી કાઢી ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.
પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ આઈપીઍસ, સુરત વિભાગ, વલસાડ પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા આઈપીઍસ તથા વલસાડ વિભાગના પોલીસ અધિક્ષક ઍ.કે. વર્માના માર્ગદર્શન અને સૂચના હેઠળ પારડી પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. ગોહિલની દેખરેખમાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી પારડી પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ગુમ થવા અંગે મળેલી અરજીઓના આધારે
આ.પો.કો. મયુરસિંહ કનકસિંહ દ્વારા સીઈઆઈઆર પોર્ટલ અને ટેકનિકલ વિશ્લેષણની મદદથી ગુમ થયેલા તથા ચોરી થયેલા મોબાઇલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને કુલ ૩૪ મોબાઇલ ફોન મૂળ માલિકોને પરત સોંપવા માટે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન પોલીસે આશરે રૂ. ૭.૧૬ લાખની કિંમતના મોબાઇલ ફોન તેમના મૂળ માલિકોને પરત સોંપ્યા હતા. લાંબા સમય બાદ પોતાના ખોવાયેલા મોબાઇલ ફોન પરત મળતાં નાગરિકોમાં ખુશી જોવા મળી હતી પારડી પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ કનકસિંહ તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ દીપિકા જયંતીભાઈઍ ટીમવર્કથી આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી. પારડી પોલીસની આ કામગીરીને નાગરિકો દ્વારા બિરદાવવામાં આવી હતી.