બીલપુડીમાં અજગરનું રેસ્કયુ કરાયુ
- byDamanganga Times
- 27 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૬ ઃ ધરમપુર તાલુકાના બીલપુડી ગામના બેઝ ફળિયામાં મંગળભાઈ શામજીભાઈ વળવીના ઘર પાસે ભાત કાપતી વખતે વિશાળ અજગર જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં વાઈલ્ડલાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટ, નવસારીના ધરમપુર-નાનાપોંઢા વિભાગના રેસ્ક્યૂઅર મુકેશભાઈ વાયાડે ધરમપુર વનવિભાગને જાણ કરી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી.
ભારે જહેમત બાદ મુકેશભાઈ વાયાડે ઍકલા હાથે આશરે ૧૨ ફૂટ લાંબા અને ૨૨.૮ કિલોગ્રામથી વધુ વજન ધરાવતા અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરી વનવિભાગને સોંપ્યો હતો.
રહેણાક વિસ્તારમાં અજગર કે અન્ય વન્યજીવ દેખાય તો તેમને નુકસાન પહોંચાડવાને બદલે વનવિભાગ અથવા વાઈલ્ડલાઈફ રેસ્ક્યૂઅરનો સંપર્ક કરવો. રેસ્ક્યૂ માટે મુકેશભાઈ વાયાડનો સંપર્ક નંબર ઃ ૭૯૯૦૯૭૭૩૩૬ / ૮૪૬૯૩૬૧૫૩૩.
