દાનહમાં આજે કોîગ્રેસની પદયાત્રા
- byDamanganga Times
- 27 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૨૬ ઃ દાદરા અને નગર હવેલી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પ્રભુ ટોકિયાના નેતૃત્વમાં અથોલા સ્થિત કોંગ્રેસ સંપર્ક કાર્યાલય ખાતે ‘વોટ બચાવો–દેશ બચાવો’ અભિયાનને લઈને પત્રકાર પરિષદ યોજાઈ હતી. ખ્ત્ઘ્ઘ્ના અભિયાન પ્રભારી હરીશ (ભૈયા) પવારે મતદાર યાદીમાં કથિત ગેરરીતિઓ, લ્ત્ય્ પ્રક્રિયા અને ચૂંટણીની પારદર્શિતા અંગે સવાલો ઉઠાવી દરેક પાત્ર મતદારના મતાધિકારનું રક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પવાર ૨૮ ઑક્ટોબર સુધી પ્રદેશના પ્રવાસે રહેશે. અભિયાન અંતર્ગત ૨૭ ઑક્ટોબરે ઉમરકોઈ બ્લોક-૧માં પદયાત્રા યોજાશે. જ્યારે ૧ નવેમ્બરે દિલ્હીમાં યોજાનારી રેલીમાં ભાગ લેવા મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો દિલ્હી જવાની તૈયારી કરી રહ્ના છે.
